NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શુક્રવારે કઈ કઈ રાશિ પર થશે ધનવર્ષા જાણવા કરો ક્લિક

શુક્રવારે કઈ કઈ રાશિ પર થશે ધનવર્ષા જાણવા કરો ક્લિક

 | 7:20 pm IST

મેષ : અગત્યના કામમાં સફળતા મળે. માનસિક ચિંતા દૂર થાય. પ્રવાસથી લાભ-સફળતા.
વૃષભ : આપના પ્રયત્નો સફળ થતાં જણાય. લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય સાચવવું.
મિથુન : સાનુકૂળ તક સરી ન પડે તે જોજો. નાણાકીય તકલીફ જણાય. સ્નેહીથી મિલન.
કર્ક : લાભની તક સરી ન જાય તે જોજો. પ્રવાસમાં મુશ્કેલી. સંપત્તિના કામ સફળ થાય.
સિંહ : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. સંતાનના પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપજો.
કન્યા : અગત્યના કામમાં રુકાવટ આવે. નાણાકીય પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપજો. પ્રવાસ ટાળવો.
તુલા : આવક કરતાં જાવક વધતી લાગે. આર્થિક પ્રશ્નથી ચિંતા રહે. પ્રવાસથી લાભ જણાય.
વૃશ્ચિક : અગત્યના કાર્યમાં પ્રગતિ જણાય. પ્રવાસની યોજના સાકાર કરી શકશો. સ્નેહીથી મિલન.
ધન : કૌટુંબિક પ્રશ્નોને ઉકેલી શકશો. વ્યાવસાયિક લાભ દેખાય. સ્નેહી-મિત્રથી મદદ મળે.
મકર : લાભના સંજોગો ઊભા થાય. પુરુષાર્થ વધારવો પડે. વિરોધીની કારી ન ચાલે.
કુંભ : સંપત્તિના પ્રશ્નો મૂંઝવતા લાગે. કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. આરોગ્ય સાચવવું.
મીન : ચિંતા-મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. લાભની તક મળે. પ્રવાસની યોજના થાય.

પંચાંગ

રાષ્ટ્રીય કેલેન્ડરમાં સૌર વૈશાખ માસ શરૂ, પંચક ક. ૧૪-૧૯થી, શુક્ર-શનિનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૩, ચૈત્ર વદ દસમ. શુક્રવાર, તા. ૨૧-૪-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૧૬ ૭-૦૪ ૧૯-૦૧

દિવસનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. લાભ, ૩. અમૃત, ૪. કાળ, ૫. શુભ, ૬. રોગ, ૭. ઉદ્વેગ, ૮. ચલ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. કાળ, ૩. લાભ, ૪. ઉદ્વેગ, ૫. શુભ, ૬. અમૃત, ૭. ચલ, ૮. રોગ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧-વૈશાખ.
પારસી માસ : આદર.
રોજ : ૮-દેપાદર.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૨૩.
દૈનિક તિથિ : વદ દસમ ક. ૨૮-૫૪ સુધી.
ચંદ્ર નક્ષત્ર : ધનિષ્ઠા ક. ૨૬-૩૬ સુધી પછી શતતારા.
ચંદ્ર રાશિ : મકર ક. ૧૪-૧૯ સુધી પછી કુંભ.
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ : વણિજ/વિષ્ટિ/ બવ.
યોગ : શુભ ક. ૧૩-૧૦ સુધી પછી શુક્લ.

વિશેષ પર્વ : રાષ્ટ્રીય કેલેન્ડરમાં ભારતીય વૈશાખ માસ શરૂ. * પંચક ક. ૧૪-૧૯. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૭-૦૩થી ૨૮-૫૪ સુધી. * વૈધૃતિ મહાપાત ક. ૧૬-૫૦થી ૨૩-૩૫ સુધી. * શુક્ર-શનિનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : શુક્ર-શનિનો કેન્દ્રયોગ તેલીબિયાં તથા કઠોળમાં પ્રભાવ સૂચવે છે. રાષ્ટ્રીય કેલેન્ડરમાં આજથી વૈશાખ માસ શરૂ થાય છે. તેથી વૈશાખ માસના ભડલી વાક્યોનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. ખેતીવાડીનાં તમામ કાર્યો હળખેડ, જમીન સંરક્ષણ,વાવણી-રોપણી, કાપણી, લણણી, નીંદામણ તથા પશુઓની લેવડદેવડ બાબતે શુભ દિવસ ગણાય. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

1