NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0600 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગુરુવારે કઈ કઈ રાશિ પર થશે સાંઈબાબાની કૃપા જાણવા વાંચો રાશિફળ

ગુરુવારે કઈ કઈ રાશિ પર થશે સાંઈબાબાની કૃપા જાણવા વાંચો રાશિફળ

 | 5:50 pm IST

મેષ : ધંધાકીય પ્રયત્નો વિલંબથી ફળે. સાનુકૂળતા. આરોગ્ય અંગે બેદરકારી ન રાખશો.
વૃષભ : મહત્વના કાર્યમાં પ્રગતિ. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. મજાનો દિવસ.
મિથુન : અગત્યના કામ માટે સાનુકૂળતા. કાર્યલાભ જણાય. સુખદ્ પ્રસંગ અનુભવાય.
કર્ક : આપની ચિંતાનો ઉકેલ મળે. ધાર્યા કામ થઈ શકે. અકસ્માત-ઈજાથી સાચવવું.
સિંહ : અગત્યની કામગીરીમાં સફળતા મળે. મિલન-મુલાકાત ફળે. ભાગીદારથી મતભેદ રહે
કન્યા : માનસિક ઉચાટ, ખર્ચનો પ્રસંગ આવે. લાભની આશા ઠગારી નીવડે.
તુલા : આર્થિક સમસ્યાનો ઉકેલ મળતો જણાય. અગત્યના કામમાં વિલંબ વધતો લાગે. ધીરજ ફળે.
વૃશ્ચિક : આપની મનોકામનાઓને સાકાર કરવાની તક-મદદ મળે. પ્રયતનો વધારજો. પ્રવાસ પર્યટનમાં આનંદ.
ધન : વિલંબ બાદ કાર્ય સફળતાનો માર્ગ ખૂલતો જણાય. નાણાભીડનો ઉકેલ મળે. સ્વજનની ચિંતા દૂર થાય.
મકર : આવક સામે જાવક વધી ન જાય તે જોજો. કરજથી દૂર રહેજો. વિવાદ અટકાવજો.
કુંભ : સામાજિક, કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું પડે. મિલન-મુલાકાતથી પ્રસન્નતા. ખર્ચાળ પ્રસંગ.
મીન : મનની મુરાદ મનમાં રહેતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. તબિયત સાચવવી.

પંચાંગ

સૂર્ય-બુધની આંતર્યુતિ, શુક્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, પ્લુટો વક્રી
વિક્રમ સંવત : ૨૦૭૩, ચૈત્ર વદ નવમી. ગુરુવાર, તા. ૨૦-૪-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૧૭ ૭-૦૫ ૧૯-૦૦

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૩૦-ચૈત્ર.
પારસી માસ : આદર.
રોજ : ૭-અમરદાદ.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૨૨.
દૈનિક તિથિ : વદ નવ મી ક. ૨૮-૫૬ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શ્રવણ ક. ૨૫-૫૦ સુધી પછી ધનિષ્ઠા.
ચંદ્ર રાશિ : મકર (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.).
કરણ : તૈતિલ/ગર/ વણિજ.
યોગ : સાધ્ય ક. ૧૩-૪૮ સુધી પછી શુભ.

વિશેષ પર્વ : પ્લુટો આજથી વક્રી ગતિનો થાય છે. * સૂર્ય-બુધની આંતર્યુતિ. * શુક્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ. * કૃષિ જ્યોતિષ : સૂર્ય-બુધની આંતર્યુતિ હવામાનમાં તથા ગંજબજારમાં વિશિષ્ટ પ્રકારની અસરો લાવી શકે છે તેમ અનુભવી ખેડૂતોનું મંતવ્ય છે. ગંજબજારમાં ખાસ કરીને અનાજ-કઠોળ- તેલીબિયાંમાં કામકાજ સારા થાય. બજારનો અભ્યાસ કરીને માલ ખરીદી થઈ શકે તથા નવીન આયોજન ગોઠવી શકાય. ચૈત્ર માસ ચોખ્ખો-વાદળ વિનાનો હોય તો તે સારા સંકેત ગણાય. વનસ્પતિના ફાલ-ફેલાવાને ધ્યાનમાં લઈને હવામાનનો અભ્યાસ કરવામાં આવે છે. રૃ-બજારમાં સુધારા તરફી હવામાન જણાય. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦