શનિવારે કઈ રાશિને થશે લાભ જાણવા વાંચો રાશિફળ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શનિવારે કઈ રાશિને થશે લાભ જાણવા વાંચો રાશિફળ

શનિવારે કઈ રાશિને થશે લાભ જાણવા વાંચો રાશિફળ

 | 6:20 pm IST

મેષ : અંગત ચિંતા-મૂંઝવણ દૂર થાય. આર્થિક પ્રશ્નોનો હલ દેખાય. પ્રવાસ ફળદાયી નીવડે.
વૃષભ : આપના પ્રયત્નો વધારવા પડે. વિલંબિત સફળતાની આશા. નાણાભીડ અનુભવાય. આરોગ્ય ટકાવી શકશો.
મિથુન : આપની અગત્યની બાબતો અંગે સાનુકૂળ દિવસ. લાભની તક મળે તે ઝડપી લેજો. સ્વજનથી મિલન-મુલાકાત થાય.
કર્ક : વ્યવસાયિક ક્ષેત્રે અવરોધ બાદ આગળ વધવાની તક સર્જાય. મિલન-મુલાકાતથી આનંદ. મહત્વની મુલાકાત ફળે.
સિંહ : આપના આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હોય તો તેનો ઉકેલ મળે. પ્રવાસની તક મળે. ભાગીદારથી લાભ-મદદ મળે.
કન્યા : ધીમેધીમે આપના પ્રયત્નોનું મીઠું ફળ આવતું જણાય. વિવાદ ટાળજો. આરોગ્ય અકસ્માથી સાચવવું.
તુલા : ધાર્યાં કામકાજો આડે આવતાં વિઘ્નો દૂર થતાં જણાય. મિલન-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
વૃશ્ચિક : પ્રશ્નો હશે તો ઉકેલ મળતો જણાય. ચિંતાનાં વાદળ વિખેરાય, ગૃહવિવાદ ટાળજો.
ધન : મહત્વની બાબતો અંગે સમય પ્રતિકૂળ હશે તો બદલાશે અને ચિંતા દૂર થાય. સ્વજનો અંગેના કાર્ય અંગે પ્રગતિ.
મકર : તમારા અધૂરાં રહેલાં કાર્યો કે પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકશો. કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા સર્જાય.
કુંભ : ધીમે ધીમે સંજોગો વધુ વિકટ હશે તો પણ સુધરતા જોઈ શકશો. લાગમી પર અંકુશ જરૂરી માનજો.
મીન : સમસ્યાઓ અને મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ ખૂલતો જણાય. આશા ફળતી લાગે.

પંચાંગ

વરુથિની એકાદશી-સ્માર્ત, પંચક, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ, પારસી આદરનું પર્વ
વિક્રમ સંવત : ૨૦૭૩, ચૈત્ર વદ એકાદશી. શનિવાર, તા. ૨૨-૪-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૧૫ ૭-૦૩ ૧૯-૦૧

દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ..

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨-વૈશાખ.
પારસી માસ : આદર.
રોજ : ૯-આદર.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૨૪.
દૈનિક તિથિ : વદ એકાદશી ક. ૨૮-૦૪ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શતતારા ક. ૨૬-૩૧ સુધી પછી પૂર્વા ભાદ્રપદ.
ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.).
કરણ : બવ/બાલવ/કૌલવ.
યોગ : શુક્લ ક. ૧૧-૫૨ સુધી પછી બ્રહ્મ.

વિશેષ પર્વ : વરુથિની એકાદશી-સ્માર્ત. ઈષ્ટદેવને સક્કરટેટી ધરાવવાનો મહિમા. * પંચક. * ચંદ્ર શૂન્ય શર. હવે દક્ષિણ થશે. * ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * ચંદ્ર-રાહુનું ઓપોઝિશન. * મંગળ-રાહુનો કેન્દ્રયોગ. * આજે પારસી કેલેન્ડરમાં માસ અને રોજ એક જ નામના ‘આદર’ હોવાથી દાન-સત્કર્મ- ભક્તિનો વિશેષ મહિમા. * કૃષિ જ્યોતિષ : ચંદ્ર-રાહુનું ઓપોઝિશન બાગાયતમાં ફળઝાડ તથા રસકસ બાબતે વિશેષ કાળજી રાખવાનું સૂચવે છે. ગંજબજારનો અભ્યાસ કરીને માલ ખરીદી માટે અનુકૂળ. લીમડા તથા આકડા જેવી વનસ્પતિના પાંદડાંનો ઉપયોગ બાગાયત સંરક્ષણમાં કરી શકાય છે. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦