NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શનિવારના દિવસે કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને નુકસાન જાણવા કરો ક્લિક

શનિવારના દિવસે કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને નુકસાન જાણવા કરો ક્લિક

 | 6:18 pm IST

મેષ : આપના પ્રયત્નો ફળદાયી બને. આપની ગૂંચવણો ઉકેલી શકાય. ગૃહજીવનમાં સમાધાન જરૂરી.
વૃષભ : સંઘર્ષ ઓછો થતો લાગે. નવીન તકમાં આશાનો અનુભવ થતો જણાય. ખર્ચ જણાય.
મિથુન : નાણાકીય જવાબદારી વધી ન જાય તે જોજો. સ્વજન કે મિત્રથી કોઈ ગેરસમજ સર્જાતી લાગે.
કર્ક : આપની માનસિક ચિંતા કે કાલ્પનિક તર્ક-વિતર્ક પર કાબૂ રાખજો. તમે સુખદ્ અનુભવ કરી શકશો.
સિંહ : નસીબ ભલે બે ડગલાં આગળ લાગે, પણ તમારા પુરુષાર્થનું ફળ આવી મળતું જોઈ શકશો.
કન્યા : નાણાકીય કે અન્ય કોઈ જોખમ ઉઠાવતાં સો વાર વિચારજો. અગત્યની કામગીરી અંગે સાનુકૂળતા. વિવાદ ટાળજો.
તુલા : નસીબના ભરોસે બેસી ન રહેતાં પુરુષાર્થ પર આધાર ફળદાયી જણાશે. સ્વજનથી ગેરસમજ નિવારજો.
વૃશ્ચિક : મન-શરીર પર વધુ પડતો બોજ આવી ન જાય તે જોઈ કાર્ય આયોજન હિતાવહ ગણજો. પ્રવાસની તક મળે. સ્વજનથી મિલન થાય.
ધન : દૂરનું વિચારવા કરતાં નજીકનું જોઈ ચાલવાથી શાંતિ અને રાહત રહેશે. ખર્ચનો પ્રસંગ. વિધ્ન દૂર થાય.
મકર : અનિર્ણયાત્મક અને અસ્થિર વિચાર છોડીને મક્કમ અમલ ઉપયોગી બને. સ્નેહીથી મનદુ:ખ ન થાય તે જોજો.
કુંભ : તમારા વિરોધીઓથી સાવધ રહેજો. નસીબ નબળું જણાય. મિત્ર ઉપયોગી બને. નાણાભીડનો અનુભવ.
મીન : ઉતાવળા ન થવું. ક્લેશ ટાળજો. પ્રવાસ ફળે. લાભદાયી તકોનો ઉપયોગ સમજી-વિચારીને કરજો.

પંચાંગ

પંચક, અશ્વસ્થ મારુતિ પૂજન, બુધ-ગુરુની યુતિ
વિક્રમ સંવત : ૨૦૭૨, શ્રાવણ વદ બીજ, શનિવાર, તા. ૨૦-૦૮-૨૦૧૬.

દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૧૯ ૭-૦૭ ૧૯-૦૭

વીર (જૈન) સંવત : ૨૫૪૨.
શાલિવાહન શક : ૧૯૩૮.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૮.
ભારતીય દિનાંક : ૨૯-શ્રાવણ.
પારસી માસ : ફરવરદીન
રોજ : ૪-શેહરેવર.
મુસ્લિમ માસ : જિલ્કાદ.
રોજ : ૧૬.
દૈનિક તિથિ : વદ બીજ ક. ૧૦-૪૫ સુધી.
ચંદ્ર નક્ષત્ર : પૂર્વા ભાદ્રપદ ક. ૨૦-૩૦ સુધી પછી ઉત્તરા ભાદ્રપદ.
ચંદ્ર રાશિ : કુંભ ક. ૧૪-૫૨ સુધી પછી મીન.
જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.), મીન (દ.ચ.ઝ.થ.).
કરણ : ગર/વણિજ/ વિષ્ટિ.
યોગ : સુકર્મા ક. ૧૪-૨૦ સુધી પછી ધૃતિ.

વિશેષ પર્વ : પંચક. વિષ્ટિ-ભદ્રા ક. ૨૧-૩૩થી શરૂ. * શ્રાવણ માસનો શનિવાર હોવાથી અશ્વસ્થ મારુતિ પૂજન. * બુધ-ગુરુની યુતિ. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કાર્યો માટે અનુકૂળ. કૃષિ સાહિત્યનું વાંચન વધારવાની સલાહ છે. પીપળાની પૂજા તથા પીપળાના વૃક્ષનો ઉછેર કરવાથી કૃષિ ઊપજમાં પરોક્ષ રીતે સારો લાભ થાય છે. ગંજબજારનો અભ્યાસ કરી માલ વેચાણ માટે અનુકૂળ. બુધ-ગુરુની યુતિ બાગાયતમાં હકારાત્મક અસરો સૂચવે છે. કપાસમાં સુધારા તરફી યોગ રહે. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦