Astrology Decide for Your future looking palm line, you will know how many years you will live
  • Home
  • Astrology
  • હથેળીની રેખા જોઈને જાણી શકશો કે કેટલા વર્ષ જીવશો

હથેળીની રેખા જોઈને જાણી શકશો કે કેટલા વર્ષ જીવશો

 | 2:48 pm IST

હસ્તશાસ્ત્ર જ્યોતિષમાં હથેળી પર બનનારી રેખાઓ અને નિશાનથી વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્ય અંગે ભવિષ્યવાણી કરી શકાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે વ્યક્તિ કેટલા વર્ષ જીવત રહેશે. હથેળી પર કેટલીક રેખાઓના અભ્યાસથી આ વાત માલૂમ કરવામાં આવ શકે છે.

સમુદ્રશાસ્ત્ર અનુસાર મણિબંધ પર બનેલા નિશાનથી વ્યક્તિના આયુષ્ય અંગે જાણકારી હાંસલ કરી શકાય છે. મણિબંધ તેને કહેવાય છે જ્યાંથી તમારું કાંડુ શરૂ થાય છે. જો કોઇ વ્યક્તિની હથેળીમાં એક મણિબંધ રેખા છે તેનું આયુષ્ય 25 વર્ષ સુધી છે. બે રેખા હોવા પર વ્યક્તિનું આયુષ્ય 50 વર્ષની નજીક 3 રેખા બનવા પર વ્યક્તિ 75 વર્ષ સુધી જીવિત રહે છે.

મણિબંધ પર 4 રેખા હોવા પર વ્યક્તિ સંપન્ને અને દીર્ઘાયુષ્ય હોય છે. જો મણિબંધની રેખા સ્પષ્ટ બને છે તો વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી હોય છે. જ્યારે જટિલ રેખા હોવા પર વ્યક્તિનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે.

મણિબંધ પર જો સ્વસ્તિક કે દ્વીપ જેવું નિશાન બનેલું હોય તો તે વ્યક્તિ ખૂબ સૌભાગ્યશાળી હોય છે. જો મણિબંધથી કોઇ રેખા નીકળતા સીધા શનિ પર્વત પર જઇને મળે છે તો તે વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી અને સુવિધા સંપન્ન હોય છે.

આ પણ જુઓ : વલસાડના અબ્રામા ગામમાં આવેલુ તડકેશ્વર મહાદેવ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન