Astrology Do not be mistaken at home even at this place laughing budhha
  • Home
  • Astrology
  • ઘરમાં ભૂલથી પણ આ જગ્યા પર ન રાખો લાફિંગ બુદ્ધા

ઘરમાં ભૂલથી પણ આ જગ્યા પર ન રાખો લાફિંગ બુદ્ધા

 | 1:02 pm IST

ચીની વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને વધારે શુભ અને ધન સમૃદ્ધિ લાવવાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવા સારુ માનવામાં આવે છે. પરંતુ લાફિંગ બુદ્ધા રાખવા અંગે ફેગશૂઇ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. લાફિંગ બુદ્ધાને રાખવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ભારતીય વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશામાં ભાગ્ય અને સમ્પન્નાતાનું પ્રતિક માનવામાં આવે છે. આ રીતે ચીની વાસ્તુ શાસ્ત્રમાં પણ તેને સારી દિશા માનવામાં આવે છે. જો તમે તમારા પરિવારની વચ્ચે આપસી પ્રેમ અને તાલમેળ વધારવા માંગો છો તો લાફિંગ બુદ્ધાને ઘરની પૂર્વ દિશામાં રાખો.

જો તમે નોકરી અને ધંઘામાં સફળતા મેળવવા માંગો છો તો લાફિંગ બુદ્ઘાને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં ધન અને સુખનો વાસ રહે છે.

લાફિંગ બુદ્ધાને ઘર કે ઓફિસમાં એવી જગ્યા પર રાખો જ્યાંથી લાફિંગ બુદ્ધા અને તમારી નજર બન્ને બરાબર હોય એટલે લાફિંગ બુદ્ધા એવી રીતે રાખો કે આવતા આવતા તમારી નજરી સીધી તેની પર પડે.

જે રીતે ગણેશજીનો મોં દરવાજા તરફ હોવાથી શુભ થાય છે તે રીતે મુખ્ય દરવાજા પર જોતા લાફિંગ બુદ્ધા ધન, સમૃદ્ધિને આકર્ષિત કરનાર માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ રસોઇ કે બાથરૂમની પાસે લાફિંગ બુદ્ધા ન રાખવા જોઇએ.