ગર્ભવતી મહિલાના રૂમમાં લગાવો આ તસવીર, શાંત તેમજ હશમુખો થશે બાળકનો સ્વભાવ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગર્ભવતી મહિલાના રૂમમાં લગાવો આ તસવીર, શાંત તેમજ હશમુખો થશે બાળકનો સ્વભાવ

ગર્ભવતી મહિલાના રૂમમાં લગાવો આ તસવીર, શાંત તેમજ હશમુખો થશે બાળકનો સ્વભાવ

 | 7:27 pm IST

વાસ્તુમાં એવી ઘણી વસ્તું જણાવવા આવી છે. જેનાથી વ્યક્તિના જીવનમાં સુધારો આવે છે. તેમાં સ્ત્રીઓથી સંબંધિત કઇ એવી વસ્તું જણાવામાં આવી છે, જેને અપનાવાથી તેને ઘણાં પ્રકારના લાભ થાય છે. જે ગર્ભવસ્થા સ્ત્રીના જીવનમાં ખુબ જ મહત્વ રાખે છે. માતાના જીવન માટે સગર્ભાવસ્થામાં આપવામાં આવતી સંભાળ ખુબ મહત્વ રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ બુદ્વિમાન અને સાવધાનીથી એક ગર્ભવતી મહિલાને રાખવામાં આવે છે. પરંતુ ઘણીવાર અજાણતામાં એવી ભુલો થઇ જાય છે. જેનો ખુબ જ ખરાબ પ્રભાવ પાડે છે. આ પરિસ્થિતિમાં જો વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મહિલા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારૂ રહે છે, સાથે જ બાળક ગુણવાન બને છે. તો આવો જાણીએ વિશેષ વાતો…

મોરની પીછા
મોરના પીછા ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત હોવાને કારણે વધુ પવિત્ર માનવામાં આવે છે. એવામાં ઘરના મંદિરમાં તેમજ ગર્ભવતી મહિલાના રૂમમાં મોરના પીછા રાખવાથી માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર ખુબ જ સારો પ્રભાવ પડે છે.

ભગવાન કૃષ્ણ અને દેવી યશોદા
ગર્ભવતી મહિલાના રૂમમાં ભગવાન કૃષ્ણ અને દેવી યશોદાની તસવીર લગાવવી જોઇએ. તસવીરને એવી રીતે લગાવો કે ગર્ભવતી મહિલાની સૌથી પહેલી નજર તસવીર પર પડે.

હસતા બાળકો
ગર્ભવતી મહિલાના રૂમમાં હસતા બાળકની તસવીર લગાવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી બાળકનો સ્વભાવ શાંત અને હંસમુખો થાય છે.

ગુલાબી રંગની તસવીર
ગુલાબી રંગની તસવીર વધું આનંદનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં મહિલાના રૂમમાં આ રંગની કોઇ મોટી તસવીર લગાવો.

સફેદ રંગની તસવીર
સફેદ રંગ શાંતિ અને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગની કોઇ તસવીર અથવા શો-પીસ રૂમમાં રાખવાથી માં અને બાળકનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

પીળા ચોખા
પીળા ચોખા શુભ સંકેત બતાવે છે. એવામાં ગર્ભવતી મહિલાના રૂમમાં પીળા ચોખા રાખવાથી માં અને બાળક પર કોઇ પણ પ્રકારની ખરાબ અસર નથી રહેતી.

તાંબાની કોઇ વસ્તુ
તાંબુ ખરાબ નજર અને નકારાત્મકતાને દુર કરી સકારાત્મકતાને વધારે છે. તાંબાની કોઇ પણ વસ્તુ ગર્ભવતી મહિલાના રૂમમાં રાખવાથી ત્યાં પોઝિટિવ એનર્જી બની રહે છે.

વાસ્તુ દેવની મુર્તિ અથવા તસવીર
ઘણીવાર રૂમનો ખોટો વાસ્તુ પણ માતા-બાળક માટે ઘણી પરેશાનાઓનું કારણ બની શકે છે. રૂમમાં જો વાસ્તુ ભગવાનની મુર્તિ અથવા તસવીર હોય તો વાસ્તુની અસર નથી પડતી.