Astrology For Devsayani Ekadashi Chaturmas Vrat 2020 Date And Muhurat
  • Home
  • Astrology
  • આવતીકાલથી ગજબના સંયોગ સાથે શરૂ થશે 4 નહીં 5 મહિનાનો ચર્તુમાસ, જાણો ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની આ સંબંધ

આવતીકાલથી ગજબના સંયોગ સાથે શરૂ થશે 4 નહીં 5 મહિનાનો ચર્તુમાસ, જાણો ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની આ સંબંધ

 | 10:47 am IST

દેવશયની એકાદશી, હરિશયની એકદશી, પદ્મા એકાદશી પદ્મનાભા એકાદશી વગેરે જેવા અનેક નામોથી આગામી સમયમાં આવનાર અષાઢ શુક્લ પક્ષની એકાદશી આ વખતે 1 જુલાઈએ (આવતીકાલ) મનાવવામાં આવશે. આવતીકાલથી જ ચાતુર્માસનો આરંભ થશે. પરંતુ આ વખતે ચતુર્માસ એક મહીનો વધુ વધી ગયો છે જેના લીધે 4 મહિના નહીં પરંતુ 5 મહિનાનો ચતુર્માસ હશે.

દેવશયની એકાદશી મુહૂર્ત 2020

એકાદશી તારીખ આરંભ- 30 જૂન, 2020એ 7.49 વાગે
એકાદશી તિથિ સમાપ્ત 1 જુલાઈ 2020એ 05.29 વાગે
2 જુલાઈએ પારણ (વ્રત ખોલવાનો) સમય 5.24 સવારથી સાંજે 8.13 વાગે

દેવશયની એકાદશી શું છે?

એવી માન્યતા છે કે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણું ઉંધી જાય છે. મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે શું ભગવાન પણ ઉંધી જાય છે? જો પરમાત્મા જ ઉંઘી જાય તો સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે? તેનો જવાબ શ્રીમદ્દભગવદ્દગીતામાં મળે છે. ગીતાના બીજા અધ્યયનના 69માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, ‘નિશા સર્વભઊતાનાં તસ્યાં જાગર્તિ સંયમી’ એટલે કે સંપૂર્ણ મનુષ્યોની જે રાત છે, તેમાં સંયમી મનુષ્ય જાગે છે. અહીં દેવશયનનો અર્થ ભગવાન વિષ્ણુના યોગનિદ્રામાં રહેવાનો છે, યોગનિદ્રાનો અર્થ છે કે અચેતનામાં ચેતનાનો પ્રવાહ અથવા તો એવું સમજીએ કે નિદ્રા અને જાગ્રત અવસ્થાની મધ્યની અવસ્થા..

હિન્દૂ ધર્મમાં 4 મહીનાનું લોકડાઉન એટલે ચતુર્માસ

કોરોના મહામારીના કારણે અત્યારે ઘણા રાજ્યોમાં લોકડાઉન ચાલે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં દર વર્ષે 4 મહિના માટે લોકડાઉનની પરંપરા છે. આ 4 મહિનાસિદ્ધિઓ અને જ્ઞાન મેળવવાનો મહીનો માનવામાં આવે છે. આ 4 મહિનાની અંદર લોકો યાત્રા કરતા નથી. સાધુ સંન્યાસી જ્યાં રહે છે ત્યાં રોકાઈ જઈને ચર્તુમાસ પ્રવાસ કરતા હતા. આજે પણ ચર્તુમાસ દરમિયાન ઘણી બધી માન્યતા અનુસાર ગતિવિધિઓ કરવામાં આવતી નથી. આ 4 મહિના દરમિયાન માંગલિક કાર્ય જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન જેવા માંગલિક પ્રસંગો પર વિરામ લાગી જાય છે.

આ વર્ષે 4 નહીં 5 મહિનાનો હશે ચતુર્માસ નિયમ

આ વર્ષે 1 જુલાઈ 2020થી ચાલું થયેલો ચતુર્માસ 24 નવેમ્બર 2020 સુધી ચાલશે, જે લગભગ 5 મહિનાનો હશે. તેનું કારણ એ છે કે આ વર્ષે ચતુમાસ દરમિયાન અધિક માસ કે જેણે પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે તેના કારણે એક મહિનો ઉમેરાશે. આ અધિક માસ અશ્વિન મહિનામાં હશે જેના કારણે આ વર્ષે 2 આશ્વિન માસ હશે.

ચતુમાર્સની પરંપરાની પાછળ આ છે મોટું કારણ

હિન્દુ ધર્મમાં જીવનના ચાર સ્તંભ બતાવવામાં આવ્યા છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં જીવનનો પરમ લક્ષ્ય મોક્ષ કહેવામાં આવ્યું છે. તેના માટે વર્ષના 4 મહિનામાં સંયમિત થઈને તપ, યજ્ઞ અને ધ્યાન કરવાની વાત કહેવામાં આવી છે. અષાઢથી કાર્તિકની વચ્ચેનો સમય વરસાદ અને પૂરનો માનવામાં આવ્યો છે, જેમાં સાંપ અને કિડા મકોડા પોતાના દરમાંથી બહાર આવી જાય છે જેના કારણે આ મહિનાઓમાં યાત્રા કરવી અસુરક્ષિત માનવામાં આવે છે. આ 4 મહિનાઓમાં સૂર્ય સૌથી વધુ સમય વાદળોમાં ઢંકાયેલો રહે છે, જેના કારણે પૃથ્વી પર તેનો પ્રકાશ ઓછો પડવાથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. એટલા માટે 4 મહિનાના દિવસોમાં નિયમ અને સંયમનું પાલન કરવાની સલાહ ધાર્મિક રૂપથી આપવામાં આવી છે.

જુઓ આ પણ વીડિયો: જાણો કયા રંગના ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન