Astrology Hold this bracelet in hand to keep blood flow right
  • Home
  • Astrology
  • લોહીના પ્રવાહને યોગ્ય રાખવા હાથમાં ધારણ કરો આ બ્રેસલેટ

લોહીના પ્રવાહને યોગ્ય રાખવા હાથમાં ધારણ કરો આ બ્રેસલેટ

 | 11:49 am IST

દુનિયાના દરેક વ્યક્તિ તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે છે. જેના માટે તે ઘણા પ્રયાસો કરે છે. પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકતા નથી. એવામાં ફેંગશૂઇ અનુસાર ઘરમાં સુખ, શાંથિ અને સમૃદ્ધિ લાવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. જેમ, કે ઘણા લોકો તેમના ઘરમાં વિન્ડચાઇમ લગાવે છે તો કેટલાક લોકો તેમના ઘરમાં ચાઇનીઝ દેડકો રાખે છે. તેની સાથે જ લાકડાની માળા અને ફેંગશૂઇના સિક્કાને પણ લોકો ઘરમાં રાખે છે. તમને દરેક લોકોને જણાવી દઇએ કે એવું પણ કહેવામાં આવે છે કે માળાના મોતી તેજ લાકડાથી બનેલા હોય છે જેનાથી તિબ્બતના ભિક્ષુક પોતાની આરાધના કરે છે.

જેને સામાન્ય રીતે ઑડ સંખ્યામાં ધારણ કરવામાં આવે તો તેમા રહેલા મણકા ઑડ સંખ્યામાં હોય છે. જો તમે મંત્ર વાંચો છો તો તેની સંખ્યા ગણવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ કહેવામાં આવે છે કે આ એક બ્રેસલેટની જેમ હોય છે. તેમા ઇલાસ્ટિક બેન્ડ હોય છે. જ્યારે ફેંગશૂઇ મુજબ તેનાથી સકારાત્મક ઉર્જા નીકળે છે અને તેને પહેનનારાઓનું હૃદય અને મગજ સ્થિર રહે છે તે સિવાય તમે પણ સ્વસ્થ રહી શકો છો.

એટલુ જ નહીં તમે ઇચ્છો તો તેને મણકા ચુંબકીય અસર વાળા પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારું લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે. તેની સાથે જ ધ્યાન રાખો કે ફેંગશુઇ મુજબ હંમેશા જમણા હાથમાં ધારણ કરવું જોઇએ તજે શુભ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન