Astrology In this village of Rajkot, there is Shri Krishna's foot steps Hear devotees
  • Home
  • Featured
  • રાજકોટના આ ગામમાં છે શ્રી કૃષ્ણના પગલાં, પૂનમના દિવસે અહીં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર

રાજકોટના આ ગામમાં છે શ્રી કૃષ્ણના પગલાં, પૂનમના દિવસે અહીં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર

 | 7:39 am IST

રાજકોટથી 20 કિમી દૂર આવેલ ગઢકા ગામમાં કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનુ ધામ દ્રારકા તરીકે પ્રસિદ્ધ બન્યુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં માત્ર શ્રી કૃષ્ણની મૂર્તિના જ નહીં પરંતુ પ્રભુના પગલાનાં પણ દર્શન થાય છે.જેથી જ આ ધામ પ્રભુ પગલાના ધામ તરીકે સુપ્રસિદ્ધ બન્યુ છે..એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કુષ્ણ ઘોડા પર સવાર થઈને પોતાના ભક્તને દર્શન આપવા અહીયા આવ્યા હતા..આ પવિત્ર સ્થળે પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે..શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શ્રીકૃષ્ણની મુર્તીના અને પ્રભુ પગલાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે

જો આ મંદિરના ઈતીહાસની વાત કરીએ તો અંદાજે ચારસો પચાસ વર્ષ પહેલા જસદણના આંબરડી ગામના શ્રધ્ધાળુઓનો એક સંઘ પદયાત્રા કીરને દ્રારકા જઈ રહ્યો હતો..જેમાંના એક શ્રદ્ધાળુ મુળા ભગતને શ્રીકૃષ્ણ પર અપાર આસ્થા હતી. મુળા ભગતે પોતાના હાથમાં તુલસીનો છોડ લઈને દ્રારકા જવાનો સંકલ્પ કર્યો હતો..તે સમયે શ્રદ્ધાળુઓનો આ સંઘ રાતવાસો કરવા ગઢકા ગામમાં રોકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન