તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે લીંબુનો આ એક ટોટકો - Sandesh
  • Home
  • Astrology
  • તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે લીંબુનો આ એક ટોટકો

તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે લીંબુનો આ એક ટોટકો

 | 4:48 pm IST

વાત જો સ્વાસ્થ્યની કરવામાં આવે તો દરેક રીતે લીંબુ ખુબ જ લાભકારક છે. તેની ખાસ વાત એ છે કે, માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ લીંબુમાં તમારા સંકટો દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે આ ખાટી વસ્તુની મદદથી રૂપિયાની અછતથી છૂટકારો મેળવીને માલામાલ પણ બની શકો છો.

જો તમારો વેપાય યોગ્ય રીતે ચાલી નથી રહ્યો તો શનિવારનાં દિવસે લીંબુનાં આ ઉપાય તમને રાહત આપી શકે છે. આ માટે લીંબુને 4 ભાગમાં કાપીને ચાર રસ્તા પર જઇ લીંબુનો એક-એક ટૂકડો ફેંકી દો. આવું કરવાથી તમારા વેપાર તે દુકાન પર રહેલી નેગેટિવ એનર્જી નષ્ટ થઇ જશે.

ખુબ જ મહેનત બાદ પણ સફળતા નથી મળી રહી તો કોઇ પણ હનુમાન મંદિર જાવ અને પોતાની સાથે એક લીંબુ અને 4 લવિંગ સાથે રાખો. બાદમાં મંદિરમાં પહોંચીને લીંબુ ઉપર ચારેય લવિંગને લગાવી દો. બાદમાં હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. બાદમાં હનુમાનજી પાસે સફળતા આપાવવા માટે પ્રાર્થના કરો અને લીંબુ લઇ કાર્યની શરૂઆત કરો. આ સાથે કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધી જશે.

માન્યતા છે કે, સોય લાગેલ લીંબુ કોઇ બિમારના માથા પર 7 વાર ફેરવીને ચાર રસ્તા પર મૂકી દેવું જોઇએ. આવું કરવાથી ચાર રસ્તા પરથી પસાર થનાર વ્યક્તિને બિમાર વ્યક્તિની બીમારી લાગી જશે અને તે બિમાર વ્યક્તિ સ્વસ્થ થઇ જશે.

સાવધાનિયા
જ્યારે પણ તમે લીંબુનો કોઇ ટોટકો કરો તો બાદમાં પાછળ વળીને ક્યારેય જોશો નહી. સીધા પોતાના ઘરે આવી જાવ.
જ્યારે પણ તમને ચાર રસ્તા પર લીંબુ કે મરચૂં પડેલું જોવા મળે તો ધ્યાન રાખો કે તેના પર તમારો પગ ના પડે.