આ સાધારણ ઉપાયથી દૂર થશે લગ્નજીવનમાં આવતી અડચણો - Sandesh
 • Home
 • Astrology
 • આ સાધારણ ઉપાયથી દૂર થશે લગ્નજીવનમાં આવતી અડચણો

આ સાધારણ ઉપાયથી દૂર થશે લગ્નજીવનમાં આવતી અડચણો

 | 5:44 pm IST

વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે દિશા અને આપની આસપાસ રહેલ વસ્તુથી ઉત્પન્ન થયેલ ઉર્જાના પ્રભાવને જણાવે છે. વાસ્તુ વિજ્ઞાનનાં અનુસાર ઉર્જા જો અનૂકુળ છે, તો તમારી પ્રગતિ થશે અને પ્રતિકૂળ ઉર્જા છે તો મુશ્કેલીઓ આવશે અને તે જીવનની દરેક ક્ષણ પર લાગુ પડે છે. પછી ભલે તે લગ્ન કરવાની ઇચ્છા હોય કે લગ્ન સંબંધ? લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપુર્ણ અવસર છે. જોકે, જીવનસાથી પસંદ કરવાનું કેટલાક લોકો માટે માથાનો દુ:ખાવો સાબિત થાય છે. તેમજ ઘણા લોકોને લાંબા સમય સુધી સગાઇ નહી થવાનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું જેમાં તમારા લગ્નસંબંધ પર આવી રહેલી બાધા દૂર થઇ શકે છે.

 • વાસ્તુ વિજ્ઞાન અનુસાર કુંવારા છોકરાને દક્ષિણ અને દક્ષિણ પશ્વિમ દિશામાં સૂવુ ન જોઇએ. આવી રીતે સૂવાથી લગ્ન જીવનમાં અડચણો આવે છે.
 • કાળા રંગના કપડા અને અન્ય વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.
 • દીવો અને અગરબતીથી વાતારણની હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તેને દરરોજ કરવાથી આંતરિક ઉર્જા પ્રોત્સાહિત થશે અને વ્યક્તિને શાંતિ મળશે. તે વ્યક્તિત્વની વિશેષતા છે જે આકર્ષક સ્વરૂપ છે અને લોકોને તમારા તરફ આકર્ષિત કરે છે.
 • પોતાનો બેડ એ તરફ રાખવો જોઇએ કે સૂતા સમયે પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં રહે.
 • જે રૂમમાં એકથી વધારે દરવાજા હોય છે તે રૂમમાં કુંવારા છોકરાઓને સૂવુ જોઇએ. જે રૂમમાં હવા અને પ્રકાશ ઓછો હોય તે રૂમમાં ન સૂવું જોઇએ.
 • તમારા રૂમનો કલર ઘાટો (ડાર્ક) હોવો જોઇએ. દિવાલનો રંગ ચમકવાળો, પીળો, ગુલાબી શુભ માનવામાં આવે છે.
 • એવા સ્થળ પર ન સુવો જ્યાં બીમ લટકતુ દેખાય.
 • જો કોઇ અન્ય વ્યક્તિ પણ તમારી સાથે રૂમમાં રહે છે તો તમારા બેડને દરવાજાની નજીક રાખો.