Astrology News For Do one of these three remedies, luck will shine in seven days
  • Home
  • Astrology
  • આ પાંચમાંથી ગમે તે એક ઉપાય કરો, 7 દિવસમાં જ કિસ્મત ચમકી જશે, પરંતુ ભુલથી આ કામ ના કરતા નહીં તો..

આ પાંચમાંથી ગમે તે એક ઉપાય કરો, 7 દિવસમાં જ કિસ્મત ચમકી જશે, પરંતુ ભુલથી આ કામ ના કરતા નહીં તો..

 | 11:13 am IST

ઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરીને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર રાખવું જોઈએ, તેવું પણ કહેવામાં આવ્યું છે. જેથી માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ સદા બની રહે છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલા ટુચકાઓ દર્શાવવામાં આવ્યા છે, જેને અજમાવીને તમે તમારી તિજોરીને ધનથી ખચોખચ રાખી શકો છો.

જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે અને કામમાં સફળતા મળશે અને આ ઉપાયોમાંથી કોઈપણ એક જ અમલમાં મુકવો કારણ કે એકથી વધારે ઉપાય કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું નથી જેની ખાસ નોંધ લેવી.

– તમારી તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો અને ત્યારબાદ તમે તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા રાખો. આટલું કર્યા પછી તમે થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા. પણ જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ અને તેમજ ધન અને દાગીના એક સાથે ન રાખવા જોઈએ અને ત્યારબાદ એક સ્થાન પર રાખવાથી ધનહાનિ થાય છે. ત્યારે આવા સંજોગોમાં દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.

– એક પીપળાનું પાન લેવું જોઈએ અને ત્યારબાદ તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ઓમ લખો અને આ પાનને ધોઈ લેવું. ત્યારબાદ આ પાનને તિજોરીમાં રાખી દેવું અને આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો જોઈએ. જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

– તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું જોઈએ અને કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

– ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું જોઈએ. જેનાથી ઘણા એવા લાભ થાય છે અને આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું જોઈએ અને ત્યારબાદ આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.

– ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી તેને સિક્કા પર સ્થાપિત કરવામાં આવે. અને તેને તિજોરીમાં મૂકી દો. ત્યારબાદ તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો.

– તમારે ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા જોઈએ અને ત્યારબાદ તમે આ તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.

આ પણ જુઓ વીડિયો: દર્શન કરીશું તાપીના વ્યારા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ધામના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન