Astrology News For Eyes Kajal Benefits And Job Kundali Dosh
  • Home
  • Astrology
  • આંખોમાં કાજલ લગાવીને દૂર કરી શકો છો કુંડળી દોષ, આ ટુચકાઓ કરવાથી નોકરીમાં મળશે જબરદસ્ત ફાયદો

આંખોમાં કાજલ લગાવીને દૂર કરી શકો છો કુંડળી દોષ, આ ટુચકાઓ કરવાથી નોકરીમાં મળશે જબરદસ્ત ફાયદો

 | 11:14 am IST

આંખોની સુંદરતા વધારવાનું કામ કાજલ કરે છે અને આંખોની સુંદરતાના કારણે જ કોઈનો પણ ચહેરો સુંદર લાગે છે. એટલા માટે મહિલાઓ પોતાની આંખોમાં કાજલ લગાવે છે, બાળકો હોય કે કોઈ પણ ઉંમરના વ્યક્તિને ખરાબ નજરથી બચાવવાનું કામ કાજલ કરે છે. તેના સિવાય કાજલને ટુચકાઓ કરવા માટે પણ ઉપયોગ થાય છે. કાજલથી કરવામાં આવતા ટુચકાઓ વિશેશું તમે જાણો છે? તેનો ઉપયોગ કરી તમે જિંદગીને વધુ સારી બનાવી શકો છો.

– જો મંગળ તમારી કુંડળીમાં ખરાબ ફળ આપી રહ્યો હોય, નીચનો હોય કે કુંડળી માંગલિક હોય તો સફેદ સુરમા આંખોમાં લગાવો. તેનાથી તમારો મંગળ શુભ ફળ આપવાનું શરૂ કરી દેશે

– જો તમારી નોકરી પર કોઈ ખતરો મંડરાઈ રહ્યો હોય કે ટ્રાન્સફરથી બચવા માંગતા હોય તો 5 ગ્રામની એક ડલીવાળો સુરમો લઈને તેને જમીનમાં દાટી દો. ડાળી એક જ હોવી જોઈએ અને 5 ગ્રામની જ હોવી જોઈએ. તમારી નોકરી તો બચશે સાથે પ્રમોશન પણ મળશે.

– શનિવારના એક દિવસે કાળા કપડામાં પાણીવાળું નાળિયેળ લપેટીને તે કપડાં પર કાજલની 21 ટપકાંઓ કરો. ત્યારબાદ આ નાળિયેળને તમારા ઘરની બહાર લટકાવી દો. તેનાથી ઘરના સભ્યોની વચ્ચે થતા નાના નાના ઝઘડાઓ, અણબનાવો નહીં થાય

– અચાનક દગો, ધનહાનિ અથવા ઘટના-દુર્ઘટના માટે રાહૂ જવાબદાર હોય છે. જો તમારો રાહુ અશુભ ભાવ અથવા તો તે સ્થિતિમાં છે તો તેનો ઉપાય અચૂક કરવો જોઈએ. તેના માટે તમે વહેતા પાણીમાં 400 ગ્રામ સુરમાને વહેવડાવી દો.

– શત્રૂથી પરેશાન છો, તો ચાંદીના પાંચ નાના નાના સાંપ બનાવીને તેની આંખોમાં સુરમા લગાવીને પોતાના પગની નીચે દબાવીને એકવીસ દિવસો સુધી ઉંઘવા રહેવાથી તમારા શત્રુ પરેશાન કરવાનું છોડી દેશે.

– એક શીશીમાં કાળો સુરમા ભરીને શનિવારના દિવસે પોતાના માથાથી પગ સુધી 9 વખત ઉતારીને તેને જમીનમાં દાટી દો. દાટ્યા પછી તમે પાછું વળીને જોશો નહીં.તેનાથી તમારી અંદરની નકારાત્મકતાનો નાશ થશે.

– શનિવારની રાત્રિએ ઉંઘતા પહેલા કાજલ જરૂર લગાવીને સુવો. તેનાથી બીજો દિવસ સકારાત્મકતાથી ભરેલો હશે.

– વિવાગમાં વારંવાર વિધ્નો અને રૂકાવટ આવતી હોય તો તે વ્યક્તિએ સૂમસામ જમીનમાં લાકડીથી જમીન ખોદીને વાદળી રંગનું ફૂળ દબાવવું જોઈએ. શનિનો દુષ્પ્રભાવના કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો શનિવારના દિવસે લાકડીથી જમીન ખોદીને કાળો સુરમો દબાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન