જાન્હવીને મળશે શ્રીદેવી જેવી સફળતા, શું કહે છે જ્યોતિષશાસ્ત્ર - Sandesh
  • Home
  • Astrology
  • જાન્હવીને મળશે શ્રીદેવી જેવી સફળતા, શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

જાન્હવીને મળશે શ્રીદેવી જેવી સફળતા, શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

 | 5:12 pm IST

બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરે બોલીવૂડમાં એન્ટ્રી મારવા તૈયારી કરી લીધી છે. જાન્હવી કપૂરની ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેના કારણે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં જાન્હવી કપૂરની એક્ટિંગ જોઈને લાગે છે કે તે આવનારા સમયમાં બોલિવૂડ પર શ્રીદેવીની જેમ રાજ કરશે.

જાન્હવીનું ભવિષ્ય કેવું રહેશે તે અંગે તેના ગ્રહો શું જણાવે છે તે જાણવા જેવી બાબત છે. તેની દમદાર એક્ટિંગથી લોકોના દિલ જીતશે કે કેમ તેતો સમય જ જણાવશે. પણ જ્યોતિષશાસ્ત્ર શું કહે છે તે વિશે આવો જાણીએ.

જાન્હવી કપૂરનો જન્મ વૃશ્ચિક લગ્ન અને મકર રાશિમાં થયો છે. તેમના તૃતીય ભાવમાં ગુરુ અને ચંદ્રમાં છે, ચતુર્થમાં શુક્ર અને બુધ, પંચમ શનિ અને કેતુ અને એકાદશ ભાવમાં મંગળ અને રાહુ વિદ્યમાન છે. લગ્નેશ મંગળ એકાદસી ભાવમાં લગ્નને મજબૂત કરીને જાન્હવીને સારું સ્વાસ્થ્ય અને સફળ જીવન આપશે.

જાન્હવી કપૂરની કુંડળી એવી છે કે તેણે ધૈર્ય અને આત્મબળમાં હંમેશા વૃદ્ધિ થતી રહેશે. ગુરુ અને ચંદ્ર ઘણા મજબૂત થઈને એક સાથે બેઠા છે. સૂર્ય અને બુધનું મહા બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે, જે તેમને વધારે પોપ્યુલારિટી અપાવશે. ગુરુ આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરશે. નવમેશ એટલે કે ભાગ્યેશ ચંદ્રમા ગુરુ સાથે મળીને તેમના ભાગ્યમાં સદૈવ વૃદ્ધિ કરશે. માટે જાન્હવી જાણીતી અભિનેત્રીના રુપમાં પ્રસિદ્ધિ મેળવી શકશે.