હથેળીમાં હશે આવી રેખા તો જીવશો 70 વર્ષ ઉપર, આ રીતે જાણી શકાય છે આયુષ્ય - Sandesh
  • Home
  • Astrology
  • હથેળીમાં હશે આવી રેખા તો જીવશો 70 વર્ષ ઉપર, આ રીતે જાણી શકાય છે આયુષ્ય

હથેળીમાં હશે આવી રેખા તો જીવશો 70 વર્ષ ઉપર, આ રીતે જાણી શકાય છે આયુષ્ય

 | 4:04 pm IST

હસ્તરેખા વિજ્ઞાનને સામુદ્રિક શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આમાં હથેળીની બનાવટ, આંગળીઓનાં આકાર અને હથેળીઓ પર ઉપસેલી રેખાઓનાં આધારે ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકાય છે. હાથોમાં જોવા મળતી હસ્તરેખાઓ અને આપણા ભવિષ્ય વચ્ચે ઊંડો સંબંધ હોય છે. આ રેખાઓનો અભ્યાસ કરવાથી આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે.

જીવન અને મૃત્યુનું ચક્ર તો ચાલતુ જ રહે છે તેમ છતા દરેકને પોતાનું કુલ આયુષ્ય જાણવાની જિજ્ઞાસા હોય છે. જો કે કોઇની હથેળીમાં ગુરૂ પર્વતથી રેખા શુક્રનો ઘેરાવ કરતા મણિબંધ એટલે કે અંગૂઠા અને તર્જનીની મધ્યથી નીકળીને નીચેનાં ભાગ સુધી આવી જાય તો તે વ્યક્તિ પ્રતિભાવાન હોવાની સાથે દીર્ધાયું હોય છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર 64 વર્ષથી વધુનાં આયુને દીર્ઘાયું માનવામાં આવે છે. તેમજ 100 વર્ષથી વધુની ઉંમરને દેવતાઓની ઉંમર માનવામાં આવી છે. જો કે એ કહેવું ઉચિત રહેશે કે વ્યક્તિ પોતાના કર્મોને કારણે ઉંમર વધારે કે ઓછી કરતો હોય છે. આનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં છે.

કોઇની હથેળીમાં મણિબંધ સાફ-સ્પષ્ટ અને વગર કપાયેલો હોય તો આવો વ્યક્તિ 70 વર્ષથી વધારે જીવે છે. તો જેની આયુ રેખા, મસ્તક રેખા અને હ્રદય રેખા ઊંડી અને લાંબી હોય તો તેઓ પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.

તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે જેના ભાગ્ય રેખા અને મસ્તક રેખાની વચ્ચે સ્વાસ્થ્ય રેખા હોય છે. આ સિવાય જેની હથેળીમાં મોટા ત્રિભુજમાં કોઇ અશુભ ચિહ્ન કે ક્રોસ ના હોય તેઓ પણ દીર્ઘજીવી હોય છે.

શાસ્ત્રો પ્રમાણે જેમના હાથમાં સ્વાસ્થ્ય રેખા, આયુ રેખાને સ્પર્શ નથી કરતી તેઓ ચિરાયુ કહેવાય છે. તો જેની હથેળીમાં જીવન રેખા સ્પષ્ટ ના હોય તો હથેળીમાં સૌથી ઉપર કલાઇની પાસે ગોળ મણિબંધ રેખાઓ હોય છે. તેના દ્વારા પણ આયુષ્યનો અંદાજો લગાવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એક મણિબંધ રેખાનું આયુષ્ય 25 વર્ષ માનવામાં આવ્યું છે. એટલે કે જેના હાથમાં 3 મણિબંધ રેખાઓ અટુટ અને સ્પષ્ટ હોય તો તે 60 વર્ષથી વધારેની ઉંમરવાળો હોઇ શકે છે.