Spiritual Put basil four leaves under the pillow at night,
  • Home
  • Astrology
  • રાતે તકિયા નીચે રાખો માત્ર ચાર તુલસીના પાન, થશે મહાલાભ

રાતે તકિયા નીચે રાખો માત્ર ચાર તુલસીના પાન, થશે મહાલાભ

 | 9:04 am IST

કહેવામાં આવે છે કે તુલસીના છોડનું ખૂબ મહત્વ હોય છે અને ઘરમાં તેનું એક વિશેષ સ્થાન હોય છે. કહેવાય છે વિષ્ણુપ્રિયા હોવાની સાથે-સાથે તુલસી કિસ્મત પણ બદલી શકે છે અને તે લોકોના ઘરમાં ખુશીઓ લાવે છે. એવામાં તુલસીના ઘણા ફાયદા છે. જેને જાણ્યા બાદ તમે તમારા ઘરમાં તુલસીના છોડને રાખવાનું શરૂ કરી દેશો. તમને જણાવી દઇએ કે તુલસીના આધ્યાત્મિક મહત્વની સાથે-સાથે આયુર્વેદમાં પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. જેનાથી તમારી લાઇફમાં સતત સારા બદલાવ આવતા રહે છે.

તમને જણાવી દઇએ કે તુલસીના માત્ર ચાર પાન કેવી રીતે તમારી જીંદગી બદલી શકે છે. એવામાં જો ઘરમાં પૈસાની તંગી, વ્યાપારમાં ઘટાડો અને લડાઇ-ઝઘડાથી પરેશાન છો, તે સિવાય તમને રાત્રે ઊંઘ નથી આવી રહી તો તમે તુલસીના ચાર પાન રોજ રાતે તમારા તકિયા નીચે રાખીને સૂઇ જાઓ.

સાંજ પડતા પહેલા તુલસીના છોડમાંથી ચાર પાન તોડી લો અને રાતે સૂતા પહેલા આ ચાર પાનને તકિયાની નીચે રાખીને સૂઇ જાઓ તે બાદ આ ચાર પાનમાંથી બે પાનને ચાવીને ખાય લો અને બે પાનને સાચવીને રાખી શકો છો. કહેવામાં આવે છે કે તુલસીના પાનથી હંમેશા સકારાત્મક ઉર્જા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન