Astrology Put in this Peacock Feather of the house on Janmashtami millionaire
  • Home
  • Astrology
  • ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, રાતોરાત થઇ જશો માલામાલ

ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, રાતોરાત થઇ જશો માલામાલ

 | 11:49 am IST

જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. એવામાં આપણે દરેક આ વાતથી વાકેફ છીએ કે કૃષ્ણને મોરપીંછાથી ખૂબ લગાવ છે. એવામાં મોરપીંછાથી ઘણા ઉપાય પણ કરી શકાય છે જેનાથી તમે માલામાલ થઇ શકો છો. આજે અમે તમને મોરપીંછા અંગે કેટલીક ખાસ વાતો જણાવવા જઇ રહ્યા છીએ। જે તમે અપનાવી શકો છો. ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર મોરપીંછા તમારી કિસ્મત બદલી શકે છે. કહેવાય છે તેનાથી જોડાયેલા કેટલાક ઉપાય જન્માષ્ટમીને લઇને કરવામાં આવે તો લાભ જ લાભ થાય છે. તો આવો જોઇએ કેટલાક ઉપાય જેનાથી તમે ધનવાન બની શકો છો.

– કહેવાય છે કે ઘરમાં હંમેશા વાદ-વિવાદ થાય છે અને તે ક્યારેય સમાપ્ત થઇ શકતો નથી તો ઘરના મંદિરમાં વાંસળી અને મોરપીંછુ એક સાથે રાખવું જોઇએ કારણકે આમ કરવાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક શક્તિ ઘણી હદ સુધી સમાપ્ત થઇ જાય છે.

– કહેવાય છે જન્માષ્ટમીના દિવસે પૂજા બાદ આખા ઘરમાં મોરપીંછા લહેરાવવાથી કે ફેરવવાથી ઘરનો માહોલ ખૂબ પવિત્ર અને સુખમયી થઇ જાય છે અને આમ કરવાથી ઘરમાં કંકાશ થતો નથી. તેની સાથે જ ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

– કહેવાય છે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ રાખવા માટે રોજ આરતી કે પૂજા પાઠ બાદ ઘરમાં મોર પીંછુ ફેરવવુ જોઇએ જેથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સાથે જ કોઇ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.

– તેની સાથે જ જન્માષ્ટમી માટે મોરપીંછા ઘરમાં કોઇ એવી જગ્યા પર લગાવવું જોઇએ જ્યાં તમે ઘરમાં આવનારા દરેક લોકોની નજર પહેલા પડે. કારણકે આજથી નહિં પરંતુ યુગોથી મોરપીંછાને ઘરમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે ઘરના અલગ-અલગ ખૂણામાં મોર પીંછા લગાવવાથી આશરે દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન