Video : રાજા વિક્રમની શનિ ઉપાસના - Sandesh
NIFTY 10,701.40 +0.95  |  SENSEX 34,812.38 +41.33  |  USD 64.0050 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : રાજા વિક્રમની શનિ ઉપાસના

Video : રાજા વિક્રમની શનિ ઉપાસના

 | 4:19 pm IST

એકવાર તમામ દેવતાઓ વચ્ચે ચર્ચા ચાલી કે કયાં દેવ સૌથી શ્રેષ્ઠ છે. આ ચર્ચા એટલી ગંભીર બની કે દેવોએ ઇન્દ્રદેવ પાસે આ સમસ્યાનો ઉકેલ પૂછ્યો હતો. કયા દેવ શ્રેષ્ઠ છે એ સવાલ સાંભળીને ઇન્દ્રદેવ પણ વિચારમાં પડી ગયા હતાં.

તેમણે કહ્યું કે પૃથ્વી લોકમાં આવેલી ઉજ્જૈનની નગરિનો રાજા વિક્રમાદિત્ય ઘણો જ જ્ઞાની છે. તમારી શંકાનું નિવારણ આ રાજા કરી શકશે. માટે તમે દેવગણ સાથે મળીને ઉજ્જૈની નગરી જાઓ.

આ વાત સાંભળી દેવો રાજા વિક્રમાદિત્યના દરબારમાં જઇ સવાલ કરે છે. ત્યારે વિક્રમાદિત્યએ સોનુ, ચાંદી, કાંસુ વગેરે ધાતુઓમાંથી વિવિધ આસનો બનાવડાવ્યા અને દેવોને આ આસનો પર બેસવા કહ્યું પછી શું થાય છે આવો જોઇએ આ અહેવાલમાં.