અહીં શિવલિંગના સ્વરૂપમાં પૂજાય છે માતા પાર્વતી, થાય છે એક અલગ ચમત્કાર - Sandesh
  • Home
  • Astrology
  • અહીં શિવલિંગના સ્વરૂપમાં પૂજાય છે માતા પાર્વતી, થાય છે એક અલગ ચમત્કાર

અહીં શિવલિંગના સ્વરૂપમાં પૂજાય છે માતા પાર્વતી, થાય છે એક અલગ ચમત્કાર

 | 7:49 pm IST

હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે. ત્યાં અત્યંત પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કાંગડા જિલ્લામાં એક ખુબ જ અનોખી શિવલિંગ છે, અહીના કાઠમઢ મહાદેવ મંદિરમાં શિવલિંગ અર્ધનારીશ્વર સ્વરૂપમાં બિરાજમાન છે. સાથે જ શિવ-પાર્વતીના રૂપમાં વહેચાયેલ અહીંના શિવલિંગ વચ્ચે આપોઆપ જ જગ્યા વધતી-ઘટતી રહે છે.

ગ્રહો અને નક્ષત્રોના પ્રમાણે અંતર વધે-ઘટે છે
તેને વિશ્વનું એક માત્ર એવું મંદિર માનવામાં આવે છે, જ્યાં શિવલિંગ બંને ભાગમાં વહેચાયેલી છે. મા પાર્વતી અને ભગવાન શિવના અલગ સ્વપરૂમાં વહેચાયેલી શિવલિંગમાં ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનના પ્રમાણે તેના બંને ભાગોના વચ્ચેનું અંતર વધતું ઘટતું રહે છે. ઉનાળામાં આ સ્વરૂપ બે ભાગોમાં વહેચાય જાય છે અને શિયાળીની ઋતુમાં ફરીથી એક સ્વરૂપમાં ધારણ કરી લે છે.

સિકંદરે કરાવ્યું હતુ મંદિરનું નિર્માણ
ઐતિહાસિક માન્યતાઓ પ્રમાણે, કાઠગઢ મહાદેવ મંદિરનું નિમાર્ણ સૌ પ્રથમ સિકંદરે કરાવ્યું હતું. આ શિવલિંગથી પ્રભાવિત થઇને સિકંદરે ટીલા પર મંદિર બનાવવા માટે અહીંની જમીનને સમથળ કરી આ મંદિર બનાવ્યું હતું.

અર્ધનારીશ્વર શિવલિંગનું સ્વરૂપ
બે ભાગમાં વિભાજિત શિવલિંગનું અંતર ગ્રહો તેમજ નક્ષત્રો પ્રમાણે વધતું-ઘટતું રહે છે અને શિવરાત્રિ પર શિવલિંગના બે ભાગ જોવા મળે છે. આ શિવલિંગ કાળા ભૂરા રંગનું છે. શિવ સ્વરૂપમમાં પૂજવામાં આવતા શિવલિંગની ઉચાંઇ લગભગ 7-8 ફુટ છે જ્યારે પાર્વતીના સ્વરૂપમાં પૂજવામાં આવતા શિવલિંગની ઉચાંઇ લગભગ 5-6 ફુટ છે.

શિવરાત્રિ પર ખાસ મેળાનું થાય છે આયોજન
શિવરાત્રિના તહેવાર પર દર વર્ષે અહીં ત્રણ દિવસ મેળો ભરાય છે. શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપ સંગમના દર્શન કરવા માટે અહી મોટા પ્રમાણમાં ભક્તો આવે છે. શ્રાવણ મહિનામાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે.