Astrology Spiritual Bhakri ram katha video
  • Home
  • Videos
  • દિવાળીનો પર્વ કેમ શ્રી રામ સાથે જોડાયલો છે જાણો તેની સંપૂર્ણ કથા વિશે

દિવાળીનો પર્વ કેમ શ્રી રામ સાથે જોડાયલો છે જાણો તેની સંપૂર્ણ કથા વિશે

 | 4:58 pm IST

દિવાળીનો તહેવાર એ દેશભરમાં ખુબ જ ધુમધામથી ઉજવવામાં આવે છે..દિવાળીનો પર્વ શ્રી રામ સાથે જોડાયલો છે શાસ્ત્રોમાં આ કથાનુ વર્ણન ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યુ છે..ત્રેતાયુગની આ વાત છે.અયોધ્યના રાજા દશરથ પોતાની ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકયી અને ચાર પુત્રો રામ , લક્ષ્મણ , ભરત અને શત્રુઘ્ન સાથે ખુબ જ આનંદથી રહેતા હતા..શ્રી રામ સૌથી જયેષ્ઠ અને યોગ્ય હતા અને આ જ કારણથી રાજા દશરથ તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવી દીધી પરંતુ આ જ વાત તેમના રાણી કૈકયીને મંઝુર ન હતી..તેમણે રાજા દશરથે આપેલા પોતાના વચનની યાજ અપાવી..

આ જ વચનની યાદ અપાવીને તેમણે શ્રી રામને 14 વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને ઉત્તરાધિકારી બનાવવાનુ વચન માંગ્યુ..રાજા દશરથે કૈકયીની વાત માનવી પડી અને પ્રભુ શ્રી રામને 14 વર્ષના વનવાસ માટે જવાનુ કહ્યુ..પ્રભુ શ્રી રામ , ભાઈ લક્ષ્મણ અને સીતા સાથે વનવાસ માટે વનમાં ગયા..એક વખત જંગલમાં સુરપંખા નામની એક રુપ સુંદરી જંગલમાં આવી અને તે શ્રી રામ પર મોહિત થઈ ગઈ.અને તેમની સાથે વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી..