Astrology spiritual vastu Extreme fights are going on in the house
  • Home
  • Astrology
  • ઘરમાં થઇ રહ્યા છે અતિશય ઝઘડા, તો જાણી લો તેના કારણો

ઘરમાં થઇ રહ્યા છે અતિશય ઝઘડા, તો જાણી લો તેના કારણો

 | 3:06 pm IST

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી ખાનગી જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકાય છે. આ કેટલાક એવા ટિપ્સ છે જેને અપનાવીને દરેક પ્રકારની સમસ્યાઓથી પીછો છોડાવી શકાય છે.

– વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણનું વિશેષ મહત્વ હોય છે. આ દિશાને ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરનો ઇશાન ભાગ ઉઠેલો ન હોવો જોઇએ. ઘરના આ ભાગમાં આ દોષ થવાથી પિતા-પુત્ર વચ્ચે દૂરી વધવા લાગે છે.

– ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્ટોર રૂમ ન બનાવવો જોઇએ. આમ કરવાથી ઘરના દરેક સદસ્યોની વચ્ચે લડાઇ- ઝઘડા થાય છે.

– વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં રસોઇ ઘર કે શૌચાલય હોવા પર ઘરના સદસ્યોની વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રસોઇઘર કે શૌચાલય ન હોવો જોઇએ.

– ઇશાન કોણ પર વીજળીના ઉપકરણો રાખવાથી પિતા પુત્રની વચ્ચે અણબન રહે છે. ઘરના ઉત્તર પૂર્વ દિશામાં આ વસ્તુઓને ન રાખવી જોઇએ.

– વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં ડસ્ટબિન (કચરાની ડોલ) ન રાખવી જોઇએ. તેનાથી ઘરના દરેક સદસ્યો વચ્ચે અણબનાવ વધી જાય છે.