Astrology Sun Transit in Scorpio, Venus will benefit many zodiac signs
  • Home
  • Astrology
  • સૂર્ય કરશે વૃશ્વિક રાશિમાં ગોચર, શુક્ર સાથે મળીને આ 5 રાશિને કરશે લાભ

સૂર્ય કરશે વૃશ્વિક રાશિમાં ગોચર, શુક્ર સાથે મળીને આ 5 રાશિને કરશે લાભ

 | 3:38 pm IST

ગ્રહોના અધિપતિ સૂર્યદેવ 16 નવેમ્બર એટલે આજે મધ્ય રાતમાં શુક્રની રાશિ તુલામાંથી નીકળીને મંગળના ઘર વૃશ્વિકમાં પ્રવેશ કરી રહી છે. અહીં મંગળનો સંયોગ શુક્રની સાથે થશે. સૂર્યના આ પરિવર્તનથી રાહુની સાથે ષડાષ્ટક યોગ બનશે જ્યારે ગુરુ, શનિ અને કેતુની સાથે તેમનો પ્રતિકૂળ સંબંધ બનશે. વૃશ્વિક સંક્રાંતિ રાતના સમયમાં 12 વાગ્યે 50 મિનિટ પર થવા જઇ રહ્યો છે. જેથી સ્નાન દાન પૂણ્ય કાળ સવારે 4 વાગ્યે 30 મિનિટથી 7 વાગ્યે 15 મિનિટ સુધી થશે.

મેષ

આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી આઠમાં ઘરમા થશે, અષ્ટમસ્થ સૂર્યની સથે શુક્ર હોવાના કારણથી ભૌતિક સુખ-સુવિધાઓ પર તમારું ધન ખર્ચ થશે. આ દિવસોમાં તમારે યાત્રા કરવી પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બીમાર થઇ શકો છો. તમારા ગુસ્સાના કારણે રિલેશનમાં પરેશાની આવી શકે છે.

વૃષભ

સૂર્યનું ગોચર તમારી રાશિથી સાતમાં ઘરમાં થઇ રહ્યું છે. સૂર્યના આ સંચારથી તમારો ઉત્સાહ દાંપત્ય જીવનમાં રોમાન્ચ અને પ્રેમને વધારશે. ભાગીદારીના કામમાં તમને લાભ મળશે. મુસાફી સફળ રહેશે. નોકરી અને ધંધાના મામલામાં તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. અધિકારીઓના કામમાં તમને લાભ મળશે. સામાજિક ક્ષેત્ર તમે સારા વ્યવહારથી સમ્માન પ્રાપ્ત કરી શકશો. સલાહ છે કે ક્રોધ પર નિયંત્રણ રાખો.

મિથુન

તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં સૂર્યનો ગોચર શુભ ફળદાયી છે. તમે તમારી ચતુરતા અને સમજથી વિરોધીએને ટક્કર આપ શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધે છે. નોકરીમાં સમ્માન અને નવી જવાબદારી મળી શકે છે. સરકારી ક્ષેત્રથી જોડાયેલા કામમાં સફળતા મળે છે. કાર્યક્ષેત્રમાં તમારી નવી ઓળખ બનશે.

કર્ક

તમારા માટે સૂર્યનો આ ગોચર શિક્ષાના મામલામાં ઉન્નતિદાયક છે. મહેનત અનુસાર તમારે આ શુભ પરિણામ પણ પ્રાપત થશે આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિમાં પાંચમાં સ્થાનમાં હશે જેથી તમને રિલેશનશિપમાં સંયમથી કામ લેવું, ક્યાંય તમારા પૈસા અટકાયેલા છે તો આ દરમિયાન તમને પરત મળી શકે છે.

સિંહ

રાશિના ચોથા સ્થાનમાં સૂર્યનું આ ગોચર તમેન સુખ-સુવિધાઓ પર ધન ખર્ચ કરવા માટે ઉકસાવી શકશે. વાહન અને મકાન પર તમારું ધન ખર્ચ થશે. ઓફિસમાં માન-સમ્માન પણ વધારો થશે. સૂર્યનો આ ગોચર તમે કોઇ મોટો લાભ પણ થઇ શકે છે. મિત્રો અને સહકર્મીઓથી તાલમેળ વધશે.

કન્યા રાશિ

સૂર્યનો સંચાર આ સમસ્યા તમારી રાશિથી ત્રીજા ઘરમાં છે. આ ગોચર તમારા સાહસ અને આત્મબળને વધારનાર હશે. વધારે ઉત્સાહિત માં મતે કોઇ ભૂલ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું. નાના ભાઇ બહેન પાસે યોગ્ય તાળમેળ રાખવાથી ફાયદો થઇ શકે છે. તમને ગળા અને શ્વાસ સંબંધી બીમારી થઇ શકે છે.

તુલા

આ સમયમાં તમારું સ્વાસ્થ્ય નરમ રહેશે. આંખોમાં સમસ્યા થઇ શકે છે. પાડોશીઓથી તાળમેળ બનાવીને રાખો, પારિવારિક જીવમાં નાના વિવાદ રહે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો. આર્થિક મામલામાં તમે ધ્યાન પૂર્વક આગળ વધો. કોઇ મોટી ખરીદી કરીને તમે બજેટ ખરાબ કરી શકો છો.

વૃશ્વિક

તમારી રાશિમાં સૂર્યનો સંચાર આગામી એક મહિનો થશે. આખા નવેમ્બર તમે જોશ અને ઉત્સાહથી ભરેલો રહેષે કેટલીક વખત તમારો વધારે ઉત્સાહ નુકસાન કરાવી શકે છે. તમારી મહેનત અને લગનશીલતાથી તમે કામમાં સફળતા મેળવશો. તમને અહંકારની ભાવના આવી શકે છે. જેનાથી પારિવારિક જીવનમાં સમસ્યા આવ શકે છે.સલાહ છે કે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

ધન

તમારી રાશિ 12માં સ્થાનમાં સંચાર કરે છે. સૂર્ય તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની આપી શકે છે. શરદી, ઉધરસ, માથાનો દુખાવો સહિતની સમસ્યા થઇ શકે છે. તમાકે લાંબા સફળની યાત્રા કરવી પડી શકેછે. તેના માટે તૈયાર રહેવું જોઇએ. જે લોકો વિદેષ જવાની ઇચ્છા રાખે છે તે લોકોએ પ્રયાસ કરવો જોઇએ. જેના કામનો સંબંધ વિદેશથી છે તે લોકોએ 16 ડિસેમ્બર સુધીનો સમય લાભદાયી છે.

મકર

સૂર્યના આ ગોચર દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધશે. તમારી ગુપ્ત વાતો ઓફિસમાં અન્ય લોકોની સામે જાહેર ન કરો. કોઇ તમને ડબલ ક્રોસ કરી શકે છે. લવ લાઇફમાં તમને સમજદારી કે સંયમથી કામ લેવું પડશે. મહત્વપૂર્ણ કાર્યમાં સલાહ લેવી ફાયદાકારક છે.

કુંભ

રાશિથી દસમાં ઘરમાં સૂર્યનો સંચાર સામાજિક ક્ષેત્રમાં તમને સક્રિય બનાવશે અને તમાર માન-સમ્માનને વધારશે. નોકરી ધંધામાં તમારુ પ્રદર્શન સારુ રહેશ. સરકારી ક્ષેત્રમાં કામ કરનાર માટે આ સમય સારો છે. પારિવારિક જીવનમાં પ્રેમ વધશે. તમારા માટે સલાહ છે કે આત્માભિમાનથી બચો અને સંયમથી કામ લો.

મીન

સૂર્યનો સંચાર તમારી રાશિમાં નવમાં ભાવમાં થઇ રહ્યો છે. ભાગ્ય સ્થાનમાં સૂર્યનો સંચાર તમારા માટે શુભ ફળદાયી છે. મોટા લોકો અને કાર્યક્ષેત્રમાં અધિકારીઓથી લાભ અન સહયોગ મળી શકશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. પ્રતિયોગિતા પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારુ રહેશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. તમારા ડિસેમ્બરના મધ્ય સુધી સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન