Astrology The astrologers predicted different exit poles
  • Home
  • Astrology
  • એક્ઝિટ પોલથી અલગ છે જ્યોતિષોની ભવિષ્યવાણી, કેવા રહેશે મોદીના સ્ટાર્સ

એક્ઝિટ પોલથી અલગ છે જ્યોતિષોની ભવિષ્યવાણી, કેવા રહેશે મોદીના સ્ટાર્સ

 | 3:33 pm IST

દેશની સરકાર પસંદ કરવાનો દોર પૂરો થઇ ચૂક્યો છે. ચૂંટણી પંડિત જાતીય સમીકરણોના આંકલનમાં વ્યસ્ત છે. જ્યારે ટીવી ચેનલોમાં એક્ઝિટ પોલ છવાયેલો છે. તમામ એક્ઝિટ પોલ સહેલાથી જયાં મોદી સરકારની બનવાની વાત કરી રહ્યા છે. ત્યારે કાશીના પંડિતો કંઇક અલગ જ ભવિષ્યવાણી કરી રહ્યા છે. કાશીના પંડિતોએ બીજેપી અને પીએમ મોદીની કુંડળી વાંચી તો કહ્યું કે પરિણામ કંઇક ચોંકાવનારુ નજરે પડશે. આ વખતે સરકારનું સમીકરણ બદલાશે. સરકાર બનવાનો રસ્તો સહેલો નથી. જાણો વિસ્તારથી શુ કહે છે જ્યોતિષ..

જોડ તોડથી બનશે સરકાર, પૂરો કરશે કાર્યકાળ

23મેં એટલે ગુરૂવારે જ્યારે મત ગણતરી થશે તે દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર અને બુધાદિત્ય યોગની અસર આખો દિવસ રહેશે. સૂર્ય, ચંદ્રમા અને કેતુ ધન રાશિમાં તો બૃહસ્પતિ પીએમ મોદીની વૃશ્વિક રાશિમાં હશે. આ વચ્ચેના સમય ચંદ્રમાંના ધનમાંથી મકર રાશિમાં સ્થાન પરિવર્તનથી ચૂંટણી પરિણામ પર અસર પડશે. જેમ વિભિન્ન રાશિઓના લોકોના જીવન પર અસર પડે છે. પરિણામ અસ્થિર સરકારનો સંકેત આપશે. પરંતુ જોડ-તોડથી બનનારી સરકાર કાર્યકાળ પૂર્ણ કરશે. જેનાથી એકાધિકારની આશા કરી શકાય તેને નિરાશા મળશે.

શનિ રાહુની ચાલ મહત્વ, ઘણા નેતા થશે નિરાશ

બૃહસ્પતિ, શનિ અને કેતુ ગ્રહની સીધી અસર ચૂંટણી પરિણામ પર જોવા મળશે. પરિણામ ચોંકવનારા પરંતુ પ્રભાવશાલી અને લોંકતંત્ર માટે બેસ્ટ હશે. ખુરશી મેળવવા અને ખુરશી બેદખલ થવામાં શનિ-રાહુ ગ્રહોની મુખ્ય ભૂમિકા થવાથી સત્તા મેળવવાની આશા લગાવેલ ઘણા દળના નેતાઓને નિરાશા હાથ લાગશે અને દેશને મજબૂત સરકાર મળશે. જોકે, સારા પ્રદર્શનથી એક બે દળોને આવનાર સમયમાં ફાયદો થઇ શકે છે. રાશિમાં ઉચ્ચ ગ્રહોને લઇને પીએમ મોદીનું ભાગ્ય પ્રબળ હોવાથી ક્ષેત્રીય દળોના સહયોગથી દેશની કમાન ફરીથી સંભાળે એવું નક્કી લાગી રહ્યું છે. જનતાના નિર્ણયનો જય-જયકાર થશે.

સત્તાધારી દળને લાગી શકે હળવો ઝટકો

ચૂંટણી પ્રક્રિયાના અલગ-અલગ તબક્કામાં ગ્રહોની સ્થિતિ અલગ-અલગ હોવા છતા પ્રભાવી ગ્રહોના અંતિમ સમયમાં એક જ જગ્યા હોવાથી અનપેક્ષિત ચૂંટણી પરિણામ આવી શકે છે. વર્તમાન સત્તાધારી દળને પણ હળવો ઝટકો લાગી શકે છે. પરંતુ તેની અસર સરકાર બનવા કે બનાવવા પર નહીં પડે. રાજકીય પદ પ્રતિષ્ઠા માટે સૌથી મહત્વપૂર્ણ મંગળ અને તે બાદ ચંદ્રમા, બૃહસ્પતિની સ્થિતિ પીએમ મોદીની કુંડળીમાં સારુ થવાથી તેના નેતૃત્વમાં એક વખત ફરી સરકાર બનવાની પ્રબળ સંભાવના છે. નવી સરકાર જનતા માટે પહેલાથી વધારે સારુ કામ કરશે. તો દુનિયામાં ભારતની શાખ વધશે.

મહિલા વડાપ્રધાન બનવાની સંભાવના આ વખતે ઓછી

બૃહસ્પતિ શનિ, તેમજ કેતુના ધન રાશિમાં રાહુલ તેમજ મંગળની યુતિ જબરદસ્ત અસર ચૂંટણી પરિણામ પર પડશે. તમામ મોટા નામ ચૂંટણી હારશે તો નવા બાજી મારી શકે છે. સત્તા પક્ષથી લઇને વિપક્ષ સુધીમાં બદલાવ જોવા મળશે. પરિધાવી સંવસ્તર હોવાથી દેશની કમાન પુરૂષના હાથમાં જ હશે. કોઇ મહિલા વડાપ્રધાન બનવાની સંભાવના ક્ષીણ છે. જાહેરા ચહેરાઓમાંથી જેન પણ વડાપ્રધના પદ સંભાળવાની તક મળશે તે તેના આક્રમણોનો હિસાબ લેવામાં પાછા નહીં પડે. જયાં સુધી બીજેપીનો સવાલ છે તો દક્ષિણને છોડીને દેશના બાકી ભાગોમાં અનૂકૂળ સ્થિતિ હોવાથી સીટ ભલે ઓછી હોય, સરકાર બનશે.

કોંગ્રસની તાકાત વધશે પરંતુ સરકાર નહીં બને

પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીની કુંડળીમામ વર્ષ 2014 જેવી સૂર્યની મહાદશા ન હોવાથી પૂર્ણ બહુમત મળવો સંભવ નથી. અન્ય દળોના સમર્થનથી બીજેપીને સરકાર બનાવવાની હશે. જે પહેલા જેવી મજબૂત નહીં હોય. અન્ય દળોના સમર્થનથી બીજેપીને સરકાર બનાવવાની હશે જે પહેલા જેવી મજબૂત નહી હોય. પાંચ વર્ષ પહેલા ચૂંટણીની સ્થિતિ બની શકે છે. બીજેપી પર પીએમ મોદીની કુંડળી ભારે પડવાથી એક વખત ફરી દિલ્હીની સત્તા સંભાળશે. કોંગ્રેસની કુંડળી મીન લગ્ન અને કન્યા રાશિની છે. વર્તમાનમાં ગુરુની મહાદશામાં સૂર્યનું અંતર ચાલી રહ્યું છે. એવામાં કોંગ્રેસની તાકાતતો વધશે. પરંતુ સરકાર બનાવવાની સ્થિતિમાં નહીં હોય. કુલ મળીને બીજેપી પહેલાની જેમ કેન્દ્રમાં નહીં આવે.

બૃહસ્પતિ અને શનિ ગ્રહોની અસરથી દેખાશે નવા સમીકરણ

બૃહસ્પતિ અને શનિ ગ્રહોને લઇને આશ્ચર્યજનક અને ચોંકાવનાર ચૂંટણી પરિણામથી નવા રાજકીય સમીકરણ સામે આવશે. પ્રબળ ગ્રહોને લઇને કેન્દ્રની સત્તા પર પીએમ મોદીની આવવાની સંભાવના વધારે છે. પરંતુપ આ સહેલાઇથી નહીં થાય. નવી પાર્ટીઓની સાથે ગઠબંધનથી સરકાર બનશે જે પણ દળ કે નેતા દલિત વર્ગના પક્ષ બળ પર તેમના વિજયનું સપનું જોતા રહ્યા છે. તેમના ચૂંટણી પરિણામ ભારે પડી શકે છે. માયાવતી તથા મમતા બેનર્જીને ચૂંટણી દરમિયાન દેખાતો પ્રભાવ પરિણામમાં બદલી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન