Astrology The word added to the mantra is very beneficial
  • Home
  • Astrology
  • દરેક મંત્રમાં જોડવામાં આવેલો આ શબ્દ છે વિશેષ ફળદાયી, થશે લાભ

દરેક મંત્રમાં જોડવામાં આવેલો આ શબ્દ છે વિશેષ ફળદાયી, થશે લાભ

 | 3:00 pm IST

પૌરાણિક કાળથી જ મંત્રોને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમા વ્યક્તિની દરેક ઇચ્છાઓની પુરી કરવાની અદ્ધૂત શક્તિ હોય છે. પરંતુ કોઇ પણ મંત્રનો ઉચ્ચારણ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા દ્વારા આ મંત્ર કે શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. કારણકે મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ જ તમને શુભ ફળ પ્રદાન કરાવી શકે છે.

આપણા વિભિન્ન શાસ્ત્રોમાં ॐ શબ્દનું ઉચ્ચારણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તથા ॐ એક શબ્દ મંત્ર છે. જેમા બ્રહ્માણની સમસ્ત શક્તિઓ સમાહિત છે. આ કારણથી જો કોઇ મંત્રના પ્રારંભમાં ॐ શબ્દ લગાવી દેવામાં આવે છે. તો તે મંત્રની શક્તિમાં અનેક ગણી વૃદ્ધિ થઇ જાય છે. શાસ્ત્રોમાં ॐને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયના પુરૂષાર્થ પ્રદાતા ગણવામાં આવ્યા છે.

ॐનો જાપ કરવાથી વ્યક્તિમાં નવચેતનાની જાગૃતિ થાય છે તેમજ દરેક સંતાપ દૂર થાય છે. જે સ્થાન પર ખાસકરીને મંત્રોનો જાપ થતો રહે છે તે સ્થાન પર ક્યારેય પણ કોઇ નકારાત્મક ઉર્જા રહેતી નથી. ॐનું ઉચ્ચારણ વ્યક્તિના હાઇ બ્લડપ્રેશર તેમજ હૃદય સંબંધી રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

જો કોઇ વ્યક્તિ રોજ સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી તેમજ પીળા આસન પર બેસીને ॐનું ધ્યાન કરે છે. તો તેના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે. ॐનો જાપ વ્યક્તિને ઘણી બીમારીમાંથી મુક્ત કરે છે. તમારા ઘરમાં નિયમિત રીતે ॐનું ઉચ્ચારણ ઘર કંકાશને દૂર કરે છે. શનિવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરી પીપળાના વૃક્ષની નીચે બેસીને ॐનો જાપ કરવાથી વ્યક્તિને શનિ પીડાથી મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન