Astrology This is the importance of the day of BhaiBij
  • Home
  • Astrology
  • આવું છે ભાઇબીજના દિવસનું મહત્વ, જાણો આજના શુભ મુહૂર્ત

આવું છે ભાઇબીજના દિવસનું મહત્વ, જાણો આજના શુભ મુહૂર્ત

 | 9:49 am IST

દેશભરમાં આજે ભાઇબીજનો તહેવાર મનાવવામાં આવે છે. કાર્તિક શુક્લ પક્ષ બીજના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે.

આ દિવસે બહેન ભાઇને તિલક કરીને તેના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. ભાઇ પણ બહેનની સુરક્ષાનો સંકલ્પ લે છે અને ભાઇની આરતી ઉતારે છે.

આજના ભાઇબીજના મુહૂર્ત

સવારે- 9:20 થી 10:35 સુધી
બપોરે- 1:20 થી 3:15 સુધી 0
સાંજેઃ 4:25 થી 5:35 અને 7:20 થી 8:40 સુધી

આ છે પૂજાની વિધી

બહેન ચોખાના લોટથી પાટલો બનાવે છે. તેના પર ભાઇને બેસાડીને તેની પૂજા કરે છે. ભાઇની હથેળી પર ચોખાનો ધોલ લગાવીને પાન, સોપારી, ફૂલ વગેરે રાખીને હાથ પર પાણી નાખે છે. બહેન ભાઇની આરતી ઉતારશે અને તેના હાથમાં દોરો બાંધીને ભાઇને મિઠાઇ ખવડાવશે. જો ભાઇ મોટો હશે તો બહેનને આશીર્વાદ આપશે અને જો ભાઇ નાનો હશે તો તે બહેનના આશિર્વાદ મેળવશે.

જાણો ભાઇબીજ કથા

સૂર્ય નારાયણના પત્નિનું નામ છાયા હતું. તેના પેટે યમરાજ અને યમુનાનો જન્મ થયો હતો. યમુના યમરાજને ખુબ પ્રેમ કરતી હતી. તે નજીકનાં મિત્રોને વિનંતી કરતી કે, તેના ઘરે આવીને ભોજન કરે. પોતાના કાર્યમાં વ્યસ્ત યમરાજ તેની વાતને ટાળતાં હતા. કાર્તિક શક્લનો દિવસ આવ્યો ત્યારે યમુનાએ ફરી તે દિવસે યમરાજને ભોજન માટે આમંત્રણ આપતો તેને ઘરે આવવા માટે વચન આપ્યું.

યમરાજે વિચાર્યું કે હું તો બધાના પ્રાણ હરનારો છું. મને કોઇ તેની ઘરે બોલાવવા માગતું નથી. બહેન જે આમંત્રણ આપીને બોલાવે છે. તેનું પાલન કરવું મારો ધર્મ છે. બહેને ઘરે આવતી વખતે યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા. યમરાજના ઘરે આવવાથી યમુના ખુશ થઇ ગઇ. તેણી સ્નાન કરીને પૂજન કરીને જમવાનું પીરસીને ભોજન કરાવ્યું. યમુનાએ કરેલા આતિથ્યથી યમરાજે પ્રસન્ન થઇને બહેનને વરદાન માંગવા કહ્યું.

યમુનાએ કહ્યું કે ભદ્ર! તમે દર વર્ષે આ જ દિવસે મારા ઘરે આવતા રહો, મારી જેમ બધી જ બહેનો પોતાના ભાઇને આદર સત્કાર કરી ચાલ્લો કરે. તેને તમારો ભય ન રહે. યમરાજે તથાસ્તુ
કહીને યમુનાને અમુલ્ય વસ્ત્રાભુષણ આપીને યમલોક ગયા. આજ દિવસથી આ તહેવારની પરંપરા બની. એવી માન્યતા છે કે જે આતિથ્ય સ્વીકાર કરે છે, તેને યમનો ભય રહેતો નથી. તે માટે ભાઇબીજ પર યમ અને યમુનાનું પૂજન કરવામાં આવે છે.