લગ્ન નક્કી થવામાં આવતી હોય સમસ્યાઓ તો તુરંત અમલમાં મુકો આ ઉપાય - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8725 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • લગ્ન નક્કી થવામાં આવતી હોય સમસ્યાઓ તો તુરંત અમલમાં મુકો આ ઉપાય

લગ્ન નક્કી થવામાં આવતી હોય સમસ્યાઓ તો તુરંત અમલમાં મુકો આ ઉપાય

 | 7:11 pm IST

લગ્ન અને પ્રેમનો આધાર બે વ્યક્તિ પર હોય છે. પરસ્પર વિશ્વાસ અને પ્રેમ જ જીવનને સુખમય અને શાંતિપૂર્ણ બનાવે છે. પરંતુ કેટલાક લોકોનું સુખી વૈવાહિક જીવન જીવવાનું સ્વપ્ન પૂર્ણ થતું નથી. કેટલાક લોકોના લગ્નમાં સતત વિધ્ન આવે રાખે છે તો કેટલાકના લગ્ન થઈ તો જાય છે પણ તેમાં પ્રેમની ખામી રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. કેવી રીતે થશે આ કામ જાણી લો તમે પણ.

લગ્નમાં આવતાં વિધ્ન ટાળવા

1- દર સોમવારે કોઇ શિવ મંદિરમાં જવું. ત્યાં ભગવાન શિવનો અભિષેક કાળા તલ ઉમેરેલા દૂધથી કરવો.
2- ગુરૂવારના દિવસે વ્રત કરવું તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી બૃહસ્પતિ પ્રસન્ન થશે.
3- રોજ સવારે સૂર્યદેવને ત્રાંબાના કળશથી અર્ધ્ય આપવો અને ऊं सूर्याय नम: મંત્રનો જાપ કરવો.

લગ્ન જીવનમાં પ્રેમ પ્રાપ્ત કરવા

– પ્રેમમાં આવતી બાધાઓ દૂર કરવા બુધવારે કેળના પાન પર પોતાના પતિનું નામ લખી તે પાન ભગવાન વિષ્ણુને ચડાવવું.- બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે.
– દર સોમવારે શિવજીનો અભિષેક કરવો. અભિષેક કરવા માટે ત્રાંબાના કળશમાં પાણી ઉપરાંત આખી હળદર, ચોખા તેમજ ગોલોચન પધરાવવું.
– એક લાલ કપડું લેવું, તેમાં ચંદનથી ત્રિકોણ બનાવવું અને તેમાં પતિનું નામ લખવું. આ લાલ કપડું કોઈ સ્થળે સાચવીને રાખી દેવું.
– જ્યોતિષીની સલાહ લઈ શુક્રનો રત્ન ધારણ કરવો.