Astrology Today these 3 zodiacs should wear red thread, luck will shine
  • Home
  • Astrology
  • આ 3 રાશિના લોકોએ પહેરવો જોઇએ હાથમાં લાલ દોરો, હનુમાનજીની થશે કૃપા

આ 3 રાશિના લોકોએ પહેરવો જોઇએ હાથમાં લાલ દોરો, હનુમાનજીની થશે કૃપા

 | 11:12 am IST

આજકાલ ઘણા લોકો અનેક સમસ્યાઓને લઇને પરેશાન રહે છે. એવામાં કઇ વ્યક્તિ માટે શુ યોગ્ય છે અને શુ યોગ્ય નથી તે જાણીને જીવનમાં આગળ વધવું જોઇએ. એવામાં આજે અમે તમને જણાવીશુ કે આ ત્રણ રાશિના લોકો અંગે… જો આ 3 રાશિના લોકો હાથમાં લાલ દોરો બાંધી લે તો તેમના જીવનમાં દરેક વસ્તુ શુભ થયા છે. કહેવાય છે કે લાલ દોરો હનુમાન ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે અને ઘણા લોકો લાલ દોરો હનુમાન દાદાને લાલ દોરો ચઢાવે છે. તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે જે લોકો લાલ દોરો તેમના હાથ પર બાંધે છે તે લોકોને ક્યારેય કોઇ મુશ્કેલી આવતી નથી. તો આવો જોઇએ કઇ તે 3 રાશિ છે.

કહેવાય છે કે લાલ દોરો કેટલીક રાશિઓ માટે વધારે પ્રમાણમાં શુભ માનવામાં આવે છે અને જો તે રાશિના લોકો આ દોરાને પહેરી લે તો તેમની કિસ્મત ચમકી શકે છે. આજે અમે તમને 3 રાશિ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે લોકોએ હાથમાં જરૂરથી લાલ દોરો ધારણ કરવો જોઇએ. કારણકે આમ કરવાથી તેમની પર હનુમાનની કૃપા થાય છે અને લાભ પણ થઇ શકે છે.

ધન, કુંભ અને કન્યા રાશિના લોકોએ હાથમાં લાલ દોરો પહેરવો જોઇએ. આ રાશિ હનુમાનજીની પ્રિય રાશિમાં આવે છે. કહેવાય છે કે આ રાશિના લોકો હાથમાં લાલ દોરો ધારણ કરી લે અને રોજ હનુમાન દાદાનો પાઠ કરે તો તેમને અઢળક ફાયદા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન