Astrology Wear this color bangles by zodiac
  • Home
  • Astrology
  • રાશિ પ્રમાણે પહેરો આ રંગની બંગડી, વધી જશે પતિનું આયુષ્ય

રાશિ પ્રમાણે પહેરો આ રંગની બંગડી, વધી જશે પતિનું આયુષ્ય

 | 4:49 pm IST

મહિલાઓને 16 શ્રૃંગારમાં બંગડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિન્દુ ધર્મમાં જેને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે જ તેને સુહાગન તેને પોતાના હાથમાં સજાવીને રાખે છે. પરંતુ શુ તમે જાણો છો કે મહિલાઓના શ્રૃંગારનો આ અંગ માત્ર ધાર્મિક પરંતુ વૈજ્ઞાનિક લાભ પણ આપે છે. કાચની બંગડીઓ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સાથે જ ઘરના માહોલને પણ સકારાત્મક કરે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સોના અને ચાંદીની બંગડી જ્યારે મહિલા પહેરે છે તો આ ધાતુઓના તત્વથી શરીરને બળ મળે છે. જેનાથી ઇમ્યુનીટિ પાવર વધે છે સાથે જ કેટલાક રોગોથી પણ બચાવ થાય છે.

વૈવાહિક જીવનમાં ખુશીઓ માટે લાલ અને લીલા રંગની બંગડીઓ પહેરવામાં આવે છે. સાસુ અને વહૂ એકબીજાને આ રંગની બંગડીઓ ભેટ આપે છે તો તેના પતિની ઉંમર વધે છે સાથે જ તેમના પ્રેમમાં પણ વધારો થાય છે. કોઇ સુહાગન મહિલાને લાલ રંગની બંગડી ભેટ આપવાથી પોતાના સૌભાગ્યમાં વધારો થાય છે. જ્યોતિષ વિદ્ઘાન કહે છે કે મહિલાઓને તેમની રાશિ અનુસાર બંગડીઓ પહેરવી જોઇએ. તેનાથી પતિનું આયુષ્ય વધે છે તો આવો જોઇએ કઇ રાશિની મહિલાઓએ કયા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.

મેષ – આ રાશિની મહિલાઓએ સફેદ રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
વૃષભ – આ રાશિની ભૂરા કે ગોલ્ડન રંગની બંગડી પહરેવી જોઇએ.
મિથુન – આ રાશિની મહિલાઓએ ગુલાબી રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
કર્ક – આ રાશિની યુવતીઓએ પીળા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
સિંહ – આ રાશિની યુવતીઓએ આસમાની કે લીલા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
કન્યા – આ રાશિની યુવતીઓએ લાલ રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
તુલા – આ રાશિની યુવતીઓએ કાળા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
વૃશ્વિક – આ રાશિની યુવતીઓએ મરૂન રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
ધન – આ રાશિની યુવતીઓએ ગુલાબી કે પીળા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
મકર – આ રાશિની યુવતીઓએ નારંગી રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
કુંભ – આ રાશિની યુવતીઓએ સફેદ કે ગોલ્ડન રંગની બંગડીઓ પહેરવી જોઇએ.
મીન – આ રાશિની યુવતીઓએ લાલ કે ભૂરા રંગની બંગડીઓ પહેરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન