Asus Zenbook launched in India worlds smallest laptop
  • Home
  • Featured
  • Asus લઈને આવ્યુ છે દુનિયાના સૌથી નાના લેપટૉપ, જાણો કિંમત અને તેના ફિચર્સ

Asus લઈને આવ્યુ છે દુનિયાના સૌથી નાના લેપટૉપ, જાણો કિંમત અને તેના ફિચર્સ

 | 11:04 am IST

Asus ભારતમાં પોતાનું લેટેસ્ટ Zenbook લેપટોપ્સને લૉન્ચ કર્યા છે. 13 ઈંચ, 14 ઈંચ અને 15 ઈંચવાળા આ લેપટૉપને કંપનીએ ગયા વર્ષે તાઈવાનમાં લૉન્ચ કર્યા હતા. Asus આ લેપટૉપ્સને દુનિયાના સૌથી નાના લેપટૉપ ગણાવે છે. આ લેપટૉપમાં નૈનો એજ ડિસ્પ્લે, એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમ બોડી અને આઠમી જનરેશનના ઇન્ટેલ કોર પ્રોસેસર સાથે રજૂ કર્યા છે.

Asus Zenbookના સ્પેસિફિકેશન્સ

Asusના આ લેપટૉપ 16 GB રેમ સાથે 8th Generation Intel Core i7 ક્વેડ કોોર સીપીયુથી સજ્જ છે અને NVidia GeForce GTX 1050 Max-Q ગ્રાફિક્સને સપોર્ટ કરશે. લેપટૉપ 4K UHD રિઝોલ્યુશન સુધી કોન્ફીગર કરી શકાશે. કનેક્ટીવિટીની વાત કરીએતો એમાં યૂએસબી 3.1 જેન 2, યૂએસબી ટાઈપ-સી, એચડીએમઆઈ પોર્ટ, માઈક્રો એસડી કાર્ડ રીડર, એસડી કાર્ડ રીડર અને યૂએસબી ટાઈપ એ પોર્ટ આવેલા છે.

આની સાથે સાઉન્ડ આઉટપુટ માટે હાર્મન કાર્બન સ્પીકર આપવામાં આવેલ છે. મેમરી અને સ્ટોરેજની લાત કરીએતો વિન્ડોઝ 10 પર બેસ્ડ લેપટોપ્સ 8GB અને 16 GB રેમ વેરિયન્ટ સાથે 256 GB અને 512 GB\1 TB એસએસડી ઓપ્શનમાં આવે છે.

કિંમત અને વિશેષતા

એક તરફ જ્યાં Asus Zenbook 13 અને Asus Zenbook 14 અલગ અલગ વેરિયન્ટમાં આવે છે, તો બીજી બાજુ Asus Zenbook 15 એક જ વેરિયન્ટમાં મળે છે. Asus Zenbook 13ની કિંમત ભારતમાં 71,990 રૂપિયાથી શરૂ થઈને 99,990 રૂપિયા સુધી આવે છે. જ્યારે Zenbook 14 72,990માં અને તેનું ટૉપ વેરિયન્ટ 1,00,990 રૂપિયામાં આવે છે. વાત કરીએ Zenbook 15ની તો કિંમત 1,39,990 રૂપિયા છે.

Asusના આ તમામ લેપટોપને તમે Flipkart, Amazon, Paytm સાથે ઓફલાઈન પણ ખરીદી શકો છો. Flipkart પર 5000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. એકસચેન્જ ઓફરમાં 7500ની છૂટ મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન