at-arjun-kapoor-house-reached-jahnavi-kapoor-in-night-see-photos
  • Home
  • Featured
  • Photos: મોડી રાત્રે બોલ્ડ અંદાજમાં અર્જુન કપૂરના ઘરે પહોંચી જ્હાન્વી કપૂર

Photos: મોડી રાત્રે બોલ્ડ અંદાજમાં અર્જુન કપૂરના ઘરે પહોંચી જ્હાન્વી કપૂર

 | 2:09 pm IST

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની લાડકી પુત્રી જ્હાન્વી કપૂર હાલ ખુબજ ચર્ચામાં છે તેની ફિલ્મો હોય કે પછી કોઈ પાર્ટી કે કોઈ ફંક્શન હંમેશા આકર્ષક લાગતી જ્હાન્વી કપૂર તેના પિતા બોની કપુર સાથે મોડી રાત્રે બોલ્ડ અંદાજમાં અર્જુન કપૂરના ઘરે પહોંચી હતી.

જ્હાન્વી કપૂર વોગ વીમેન એવોર્ડસ 2018માં ભાગ લઈ પરત ફરી હતી. માતા અને પિતાની બેવડી ભુમિકા ભજવતા નજર આવ્યા બોની કપૂર પુત્રી જ્હાન્વી સાથે ને સાથે રહ્યા બોની કપૂર. જ્હાન્વી કપૂર હાલ તેની આગામી ફિલ્મ તખ્તની તૈયારીમાં વ્યસ્ત છે.

કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’ના સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમની મલ્ટી સ્ટારર ફિલ્મ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મમાં બી-ટાઉનના જાણીતા સ્ટાર આ પ્રોજેક્ટ માટે એક સાથે આવશે. સ્ટાર કાસ્ટની યાદીમાં રણવિર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જહાનવી કપૂર અને અનિલ કપૂરનો સમાવેશ થાય છે. કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલીવુડમાં પદાર્પણ કર્યુ છે જ્હાન્વી કપૂરે.