at-cricket-stadiums-cicketers-whose-wives-present-on-some-occasions
  • Home
  • Featured
  • વિરાટ જ નહી આ ખેલાડીઓની પત્નીઓ પણ ક્રિકેટ દરમિયાન સાથ આપતી નજર આવી :Photos

વિરાટ જ નહી આ ખેલાડીઓની પત્નીઓ પણ ક્રિકેટ દરમિયાન સાથ આપતી નજર આવી :Photos

 | 5:42 pm IST

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી ઈચ્છેછે કે બીસીસીઆઈ વિદેશ પ્રવાસ દરમિયાન ક્રિકેટરો પૂરો સમય તેની પત્નીઓ સાથે રહે. આ માટે તેમણે BCCI પાસે ક્રિકેટરો સાથે તેમની પત્ની રહે તેમાટે પરમિશન માંગી છે, જો કે હાલ આ અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. વિરાટ જ નહી અન્ય ક્રિકેટરોની પત્નીઓ પણ તેને સાથ આપતી નજર આવી રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી અનેક મોકાઓ પર સાથે નજર આવે છે. જો કે ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાંથી સન્યાલ લઈ લીધો છે. સાક્ષી પોતાના પતિનું પ્રોત્સાહન વધારવા અવારનવાર આવી પહોંચે છે. પૂર્વ ભારતીય કેપ્ટનની પત્ની સાક્ષી મહેન્દ્ર સિંહ ધોનીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં નજર આવે છે. ધોનીની પુત્રી જીવા પણ સાથે હોય છે. આઈપીએલમાં તો સ્ટેડિયમમાં વારંવાર તમને સાક્ષી નજરે ચડી હશે.

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા લગ્ન પહેલા વિરાટના મેચને જોવા જતી હતી. હવે બંને એ લગ્નબાદ અવારનવાર સ્ટેડિયમમાં નજર આવે છે. ભારતીય ટીમે જ્યારે ઇગ્લેન્ડનો પ્રવાસ કર્યો, અનુષ્કા તેના પતિ સાથે નજર આવી હતી. મેચ જોવા તે સ્ટેડિયમમાં સતત હાજર રહી હતી.

એશિયા કપમાં ચેમ્પીયન ભાપતની કમાન સંભાળનારા રોહિત શર્માની પત્ની રિતિકા અને શિખર ધવનની પત્ની આયશા કેયલીયેવાર સ્ટેડિયમમાં નજર આવી હતી. બંને કેટલીયે વાર આ રીતે મેચ જોવા સ્ટેડિયમમાં આવી ચડે છે. રોહિત શર્માની પત્ની રિતીકા તેના પતિને ચીટરઅપ્સ કરવા આવી ત્યારે ખુબજ ઈમોશનલ થઈ ગઈ હતી. તેની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. જેમા તે ખૂબજ ભાવુક થઈ હતી.
શિખર ધવન ઈન્સ્ટાગ્રામ પર વારંવાર ફોટાઓ શેર કરે છે જેમાં તે પોતાના ફેમિલી સાથે નજર આવે છે. આંજીક્ય રાણેની પત્ની રાધિકા પતિ સાથે બહુ ઓછી બહાર અવે છે, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ચોક્કસ નજર આવે છે.

આઈપીએલમાં ખેલાડીઓને છૂટ હોય છે કે પોતાની પત્નીઓને સાથે રાખે. આ સમય દરમિયાન વિદેશી ક્રિકેટરોની પત્નીઓ પણ સાથે હોય છે. ડેવિડ વોર્નરની પત્ની કૈન્ડીસ પણ આઈપીએલમાં પતિને સાથ આપવા પહોંચી હતી.