ઘરમાં ક્લેશ ક્યારે દૂર થશે?  - Sandesh

ઘરમાં ક્લેશ ક્યારે દૂર થશે? 

 | 12:03 am IST

પ્રશ્નોત્તરી

પ્રશ્નઃ મારું નામ કમલેશ ભાવસાર. જન્મતારીખ- ૩૧-૧૦-૧૯૮૦ છે. અન્ય વિગતો જણાવી છે. હાલ હું તન, મન, ધનથી પરેશાન છું. ડાયમંડમાં નોકરી છે. આર્િથક ભીડ રહે છે. માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ આપના જન્મસમયની વિગતો ચકાસતાં હાલમાં શનિની પ્રતિકૂળ અસરો છે. સૂર્ય નબળો છે તેથી આત્મબળ ઓછું છે. આમ છતાં ૨૦૧૯થી ઓગસ્ટ-૨૦૨૦નો સમય તમને સારું પરિણામ આપે. આર્િથક આયોજનમાં અનુકૂળતા મળે.

દરરોજ સૂર્યનારાયણનાં દર્શન કરવાં. આદિત્યહૃદયનો પાઠ થાય તો વધુ સારું.

૨. લક્ષ્મીનારાયણની તસવીર પાકીટમાં કે પૂજાસ્થળે રાખવાથી આર્િથક ભીડ ઓછી થશે.

૩. સોમવાર, ગુરુવાર, રવિવારે સાત્ત્વિક પ્રયત્નો કરવાથી નાણાંભીડ હળવી થાય.

પ્રશ્નઃ મારું નામ તીર્થ છે. જન્મતારીખ – ૦૨-૦૫-૧૯૯૬. જન્મસમય. સવારે ૭-૦૦. સ્થળ – અમદાવાદ. બીઈ (સિવિલ) સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં નોકરી નથી. ભાગ્યોદય માટે માર્ગદર્શન આપશોજી.

ઉત્તરઃ આપના જન્મસમયની વિગતો જોતાં સંવત ૨૦૧૨ – વૈશાખ સુદ ચૌદશ ને ગુરુવારે જન્મ થયો છે. જન્મ નક્ષત્ર ચિત્રા છે. આપની જન્મ રાશિ કન્યા છે તેથી નામ સાચું નથી. શરૂઆતમાં પ્રાઈવેટ સર્વિસ કરવી પડે. મોસાળ પક્ષની કોઈ વ્યક્તિના સાથ-સહકારથી પ્રગતિ થાય તેવા યોગ છે.

૧. દરરોજ રાત્રે ચંદ્રનાં દર્શન કરવાં.

૨. પૂનમે પૂર્ણ ચંદ્રનાં દર્શન સાંજે કરવાં. દક્ષિણ દિશામાં ભાગ્યોદય-પ્રગતિ જણાય.

૩. ભાગીદારીમાં ધીમી ગતિએ સારો લાભ થાય.

પ્રશ્નઃ મારું નામ દિલીપ છે. મારી જન્મ તારીખ-૧૮-૧૦-૧૯૯૪ છે. પત્નીની જન્મ તારીખ-૨૭-૦૨-૧૯૯૬ છે. લગ્ન થયાંને પાંચ વર્ષ થયાં છે. સંતાનસુખ ક્યારે મળશે તે બાબતે માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ  આપના બંનેની જન્મની વિગતો જોતાં આરોગ્ય બાબતે વિશેષ કાળજી જરૂરી છે. પિત્ત પ્રકૃતિનો પ્રકોપ રહે. પિત્ત-એસિડિટીથી રાહત મેળવવા વૈદિક ઉપાયો કરવા જોઈએ. આગામી સમયગાળો પ્રગતિસૂચક ગણાય.

(૧) સંતાન ગોપાલ મંત્રના જાપ જાતે કરવા જોઈએ.

(૨) શયનખંડમાં બાળગોપાલ (કાનુડા)ની તસવીર રાખવી.

(૩) રવિવારે બપોરે ખીર-રોટલી ખાઈને ઉપવાસ કરવાની સલાહ છે.

(૪) દર મંગળવારે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

પ્રશ્નઃ મારું નામ અભિષેક છે. જન્મ તારીખ ૭-૪-૨૦૦૦ છે. રાત્રે ૧૦-૦૦ કલાકે, જન્મ સ્થળ-વેરાવળ છે. હંિ બી.એસસી. પાસ છું. મારી ઈચ્છા બેન્કની સર્વિસ કરવાની છે. તેમાં સફળતા મળશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ આપના જન્મસમયની વિગતો ચકાસતાં વાણિજ્ય ક્ષેત્રની નોકરી મળવાના યોગ સાધારણ છે. તેથી વધુ મહેનત કરીને બેન્કમાં કે અન્ય વાણિજ્ય ક્ષેત્રે એકાઉન્ટન્ટ તરીકે સારું સ્થાન મેળવી શકો. ૨૦૧૯-૨૦નો સમયગાળો સારી પ્રગતિ સૂચવે છે. મોસાળ પક્ષની વ્યક્તિના સાથ સહકારથી આગળ વધી શકાય તેવા ગ્રહયોગ છે.

૧. દર રવિવારે તથા મંગળવારે કુળદેવી માતાજીની ભક્તિ કરવાની સલાહ છે.

૨. દર સોમવારે મહાદેવજીનાં દર્શન કરીને જ આગળ વધવાની સલાહ છે.

૩. ઉત્તર તથા પૂર્વ દિશામાં પ્રગતિ થાય તેવો યોગ છે. તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ.

પ્રશ્નઃ મારું નામ નિર્મળાબહેન પટેલ છે. મારી જન્મ તારીખ – ૩-૬-૧૯૪૮ છે. સુરતમાં રહું છું. મારી કૌટુંબિક સમસ્યામાં રાહત ક્યારે થાય? મારા સંતાનની પ્રગતિ અંગે માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ આપની વિગતો જોતાં આગામી સમય પ્રગતિ સૂચવે છે. અગાઉના અવરોધ હળવા થાય. સંતાન બાબતે વિગતવાર માર્ગદર્શન મેળવવા માટે તેમની જન્મની વિગતો જરૂરી છે.

૧. દર પૂનમે ઈષ્ટ-કુળદેવી માતાજીનું સ્મરણ વિશેષ કરવું.

૨. દર રવિવારે આદિત્ય હૃદયનો પાઠ કરવો જેથી માનસિક ચિંતા હળવી થાય.

૩. બુધવારે વિષ્ણુસહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી સામાજિક સફળતામાં અવરોધ દૂર થઈ શકે છે.

પ્રશ્નઃ મારું નામ દીપક જોષી છે. જન્મ તારીખ-૩૧ ઓગસ્ટ-૧૯૯૬. જન્મ સ્થળ સવારે ૫-૧૫. સ્થળ-વિરમગામ. મારાં લગ્ન થયાં છે, પરંતુ દાંપત્ય જીવનમાં ક્લેશ રહે છે. શાંતિ માટે માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ આપના જન્મની વિગતો જોતાં તમારે વધારે પડતાં ઉતાવળા નિર્ણયો લેવા નહીં. સરકારી નોકરીના યોગ મધ્યમ, બળવાન છે. ખૂબ જ મહેનત સાચી દિશામાં કરશો તો સફળતા મળે તેમ છે. મૂડીરોકાણ કરીને ધંધો-વેપાર કરવાની સલાહ નથી.

૧. દર સોમવારે શિવસહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી અવરોધ હળવો થાય.

૨. દર રવિવારે બપોરે ખીર-રોટલીનું ભોજન કરી સૂર્યનારાયણની ભક્તિ વધારવી. જેથી માન-પ્રતિષ્ઠા વધશે.

૩. પત્નીની જન્મની વિગતો જણાવશો તો તેનું ગણિત કરી માર્ગદર્શન વિગતવાર આપી શકાય.

૪. શુદ્ધ મોતી-ચાંદીમાં ધારણ કરીને ચંદ્રના જાપ જાતે કરવાની સલાહ છે.

પ્રશ્નઃ મારી જન્મ તારીખ- ૧૬-૦૯-૧૯૮૧ છે. જન્મસમય સાંજે ૭-૪૯ છે. જન્મસ્થળ ખેરાલુ છે. માતા-કાન્તાબહેન. મારું પોતાનું મકાન થાય તેવા ગ્રહયોગો છે? મિલકત બાબતે માર્ગદર્શન આપવા વિનંતિ.

એક ભાઈ-ખેરાલુ

ઉત્તરઃ આપના જન્મની વિગતો જોતાં સ્થાવર સંપત્તિ બાબતે ધીમી ગતિએ પ્રગતિ થાય તેવા યોગ છે. આ અંગે જો વ્યવસ્થિત આયોજન હશે તો ૨૦૧૯-૨૦નો સમયગાળો ઉપયોગી બને તેમ છે. વડીલવર્ગનું માર્ગદર્શન લઈને આગળ વધવાથી અવરોધ હળવા બની શકે છે.

૧. દર મંગળવારે ભૂમિપુત્ર મંગળના મંત્રની સાત (૭) માળા કરવી.

૨. કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

૩. મોસાળ પક્ષની વ્યક્તિ તરફથી મદદ-માર્ગદર્શન મળવાના શુભ યોગ જણાય છે. તેનો લાભ લઈ શકાય.

પ્રશ્નઃ મારા પુત્રની જન્મતારીખ. ૨૪-૧૦-૧૯૯૦ છે. જન્મ સમય સાંજે ૭-૪૪ છે. જન્મસ્થળ- તાલાલા (ગીર) છે. તેના લગ્નયોગ ક્યારે છે તે જણાવવા વિનંતિ.

ઉત્તરઃ આપના પુત્રની જન્મની વિગતોનું ગણિત કરતાં એમ જણાય છે કે વડીલવર્ગનું માર્ગદર્શન લઈને બને ત્યાં સુધી સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ. કોર્ટ-કચેરીમાં અનુકૂળતા ઓછી રહે. આમ છતાં કુળદેવી-માતાજીની ભક્તિ કરવાથી આગામી પાંચ મહિનામાં કંઈક પોઝિટિવ જણાય છે. તે સમયનો લાભ લઈ આગળ વધી શકાય.

(૧) દરરોજ સવારે સૂર્યનારાયણની ભક્તિ કરવી ।। ઁ આદિત્યાય નમઃ ।। એ મંત્રની એક માળા નિયમિત કરવી.

(૨) દર બુધવારે પીપળાનાં દર્શન કરવાં. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો એક પાઠ કરવાથી માનસિક રાહત અનુભવાય.

(૩) મંગળવારે-શનિવારે એગ્રિમેન્ટ-દસ્તાવેજ બાબતમાં સાચવવું. અવરોધ-અગવડ રહે.

  • ભૂપેન્દ્ર ધોળકિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન