At least 100 dead in Nigeria, UN says death toll high
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુનિયાભરમાં ખળભળાટ, આ દેશમાં સરાજાહેર કત્લેઆમ, UNએ કહ્યું- 110 નાગરિકોની નિર્મમ હત્યા

દુનિયાભરમાં ખળભળાટ, આ દેશમાં સરાજાહેર કત્લેઆમ, UNએ કહ્યું- 110 નાગરિકોની નિર્મમ હત્યા

 | 8:12 am IST
  • Share

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયા (Nigeria)માં કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન બોકો હરામ (Boko Haram)ના હત્યારાઓએ 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી દીધી. તેમાંથી ઘણા લોકોના શિરચ્છેદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સંયોજક એડવર્ડ કલ્લોન એ કહ્યું કે બોકો હરામે ઓછામાં ઓછા 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તદ્ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે.

કલ્લોને કહ્યું કે શરૂઆતમાં મૃત્યુઆંક 43 હતો, જે બાદમાં વધીને 70 થયો હતો. તેમણે કહ્યું કે આ ઘટના સામાન્ય નાગરિકો પર સૌથી હિંસક રીતે સીધો હુમલો છે. આ હત્યાઓને ન્યાય અપાવવો જોઇએ. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના કોશોબેની છે, જે મુખ્ય શહેર મૈદુગુરી (Maiduguri)ની નજીક આવેલ છે. હત્યારાઓએ ડાંગરના ખેતરમાં કામ કરતા લોકોની કત્લેઆમ કરી હતી.

‘આખો દેશ ઘાયલ’

જેહાદી વિરોધી સૂત્રોએ આ વિશે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ખૂબ જ ક્રૂર હુમલામાં આ મજૂરોને પહેલા બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના ગળા કાપવામાં આવ્યા હતા. નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મહંમદ બુહારીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હત્યાઓથી આખો દેશ ઘાયલ થયો છે. આ ભયાનક હુમલાથી બચી ગયેલા લોકોની મદદ કરનારા મિલિશિયાના નેતા બાબાકુરા કોલોએ જણાવ્યું હતું કે 43 થી વધુ લોકોના ગળા કાપી હત્યા કરવામાં આવી છે.

અનેક વખત હુમલો કર્યો

કોલોના મતે નિ:શંકાપણે આ કામ બોકો હરામનું જ છે જે આ ક્ષેત્રમાં સક્રિય છે અને ઘણી વખત હુમલો કરી ચૂક્યું છે. આ પીડિતો સોકોટો રાજ્યના મજૂર હતા. તેઓ કામની શોધમાં ઉત્તરપૂર્વમાં આવ્યા હતા. અન્ય એક મિલિશિયા ઇબ્રાહિમ લિમનના જણાવ્યા અનુસાર ડાંગરના ખેતરમાં કામ કરવા માટે 60 ખેડૂતોની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તમામ મૃતદેહોને જાબરમારી ગામ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમને રવિવારે દફન કરતાં પહેલાં રાખવામાં આવ્યા હતા. વર્ષ 2009 બાદથી લગભગ 36 હજાર લોકોના જેહાદી વિવાદમાં મોત થઇ ચૂકયા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થઇ ચૂકયા છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન