ચંડીગઢમાં ગેસ બલુન બ્લાસ્ટ થતા 15 લોકો ઘાયલ, દુર્ઘટના કેમેરામાં કેદ, જુઓ Video - Sandesh
NIFTY 10,526.20 +0.00  |  SENSEX 34,331.68 +0.00  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચંડીગઢમાં ગેસ બલુન બ્લાસ્ટ થતા 15 લોકો ઘાયલ, દુર્ઘટના કેમેરામાં કેદ, જુઓ Video

ચંડીગઢમાં ગેસ બલુન બ્લાસ્ટ થતા 15 લોકો ઘાયલ, દુર્ઘટના કેમેરામાં કેદ, જુઓ Video

 | 10:16 am IST

ચંડીગઢમાં ગેસનો બલુન ફાટતા 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના ચંડીગઢના સેક્ટર 34માં ઘટી જ્યાં રવિવારે સાંજે એક કાર્યક્રમ યોજાયો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ એલન કરિયર ઈન્સ્ટિટ્યૂટમાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગેસથી ભરેલા બલુન સજાવટ માટે રાખવામાં આવ્યાં હતાં. આ ઈન્સ્ટિટ્યૂટ સેક્ટર 34 સ્થિત ગુરુદ્વારાની ઉલ્ટી દિશામાં આવેલી છે. અકસ્માતમાં મોટાભાગના ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.

અહેવાલ મુજબ આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે વિદ્યાર્થીઓ સજાવટી બલુન હવામાં છોડી રહ્યાં હતાં. હવામાં છોડવા દરમિયાન ગેસથી ભરેલા બલુન બલ્બમાં ફસાઈ ગયા જેના કારણે ગરમી પેદા થઈ અને પછી તેમાં જોરદાર વિસ્ફોટ થઈ ગયો. આ સમગ્ર ઘટના એક વીડિયોમાં કેદ થઈ છે. અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને તરત સેક્ટર 32ના જીએમસીએચમાં લઈ જવામાં આવ્યાં જ્યાં તેમની હાલત હવે સ્થિર કહેવાઈ રહી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ આ અકસ્માતના કારણોની તપાસ થઈ રહી છે. ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ડોક્ટરોનું કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. તમામ વિદ્યાર્થીઓને હાથ, ગળા અને ચહેરામાં કેટલીક ઈજાઓ થઈ છે.