At Nadiad railway station, the elderly committed suicide by making the train
  • Home
  • Gujarat
  • જેવી ટ્રેન ઉપડી કે પૈડા નીચે ધરી દીધો દેહ, સનસનાટીપૂર્ણ ઘટના કેમેરામાં કેદ

જેવી ટ્રેન ઉપડી કે પૈડા નીચે ધરી દીધો દેહ, સનસનાટીપૂર્ણ ઘટના કેમેરામાં કેદ

 | 4:37 pm IST

નડિયાદ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો છે. વૃદ્ધે હાપા-જમ્મુ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટના સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. નડિયાદ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજે નડિયાદ રેલવે સ્ટેશનને હાપા-જમ્મુ ટ્રેન ઉભી હતી. તે દરમિયાન એક વૃદ્ધ ટ્રેનની નજીક જઈને ઉભો રહ્યો હતો. જેવી ટ્રેન ઉપડી કે વૃદ્ધે ટ્રેનના પૈડા નીચે ગળુ મુકી દઈને આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધે કેન્સરની બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.

જુઓ વીડિયો: 

આત્મહત્યા કરનાર બાબુ ભાઈ શંકર ભાઈ પરમાર છે. તેમની ઉંમર 69 હોવાનું કહેવાય છે. બાબુભાઈએ ટ્રેન નીચે પડતું મુકતા સ્ટેશન પર સનસનાટી મચી જવા પામી હતી. કેટલાક નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે આ ઘટ્ના ખરેખર રૂંવાટા ઉભા કરી દે તેવી હતી.

આ સમગ્ર ઘટના નડિયાદ રેલવે સ્ટેશન ના સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ છે. નડિયાદ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન