સંદેશ વિશેષ, શું આ કાળમુખી કોરોના સામે લડવા સૌરાષ્ટ્ર સજ્જ છે?

આગતા સ્વાગતા અને આવકાર માટે જાણીતી સોરઠ ભૂમિ પર એક એવો અતિથી પધાર્યો છે જે વણજોયતો છે. વણમાગ્યો છે. જેને જાકારો આપવો જ પડે એવો છે. અને આ અતિથિ છે કોરોના. આને તો કહેવું જ પડે કે અતિથી તુમ કબ જાઓગે. અને આ જ અતિથિને કારણે આફતમાં સૌરાષ્ટ્ર આવી ગયું છે.
ગુજરાતમાં અત્યારે કોરોનાનાં આંકડાને લઇને સુરતે સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યું છે. પણ સુરતમાં વધતા આંકડા વચ્ચે કોરોના ચુપચાપ ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં પગપેસારો કરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક થઇ રહી છે. કોરોનાને કારણે સૌરાષ્ટ્ર આફતમાં આવી ગયું છે.
સૌરાષ્ટ્રનાં 11 જીલ્લામાંથી સૌથી વધુ કોરોનાનાં કેસ રાજકોટ જીલ્લામાં છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર હોવાથી સૌરાષ્ટ્રનાં અલગ અલગ જીલ્લાઓમાંથી પણ કોરોનાનાં દર્દીઓ રાજકોટ આવે છે. પણ શું આ કાળમુખી આફત સામે લડવા રાજકોટ સજ્જ છે. રાજકોટની તૈયારી પૂરતી છે. જાણવું તો જરૂરી છે.
સૌરાષ્ટ્રમાં ખુબ જ ઝડપથી કોઇ સ્થળે કેસ વધ્યા હોય તો તે ભાવનગરમાં છે. અને ત્રીજા ક્રમે ગીરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ છે. અમદાવાદ અને સુરતથી લોકો સૌરાષ્ટ્ર તરફ વળી રહ્યાં છે એટલે કેસ તો વધવાના છે. કેમ કે, ગામેગામ તાળા તો મારી શકાશે નહીં. પણ બહારથી આવતા આગંતુકો કોરોનાનો જે કોહરામ લઇને આવી રહ્યાં છે. તેની સામે કઇ રીતે લડશે ભાવનગર અને જૂનાગઢ.
જામનગર અને અમરેલી એવા જીલ્લા જ્યાં કોરોનાનો પગપેસારો ઉપર જોયા એ ત્રણ જીલ્લા કરતાં ઓછો છે. પણ નોંધપાત્ર છે. જામનગરમાં તો હજુ કેસ વધવાનાં ભણકારા વાગી રહ્યાં છે. અમરેલી પણ તેમાંથી બાકાત નથી. તંત્રની તૈયારીઓ તો જરૂરી છે જ પણ શું લોકો એટલા જાગૃત અને સજ્જ છે ?
મોરબીમાં આમ તો અહીં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. હજુ 200 કેસ થયા નથી. પણ તંત્રની જે પ્રકારની તૈયારી છે. તે જોતાં આવનારા દિવસોમાં જો કેસ વધશે તો મોરબી તેને પહોંચી વળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.
સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા કેસ ધરાવતા જીલ્લા પોરબંદર અને દ્વારકા છે. બંને જીલ્લામાં હજુ કેસનો આંકડો ત્રણ ડીજીટમાં નથી પહોંચ્યો. છતાં આવનારા દિવસમાં પરિસ્થિતિ ન વણસે તે માટે અહીં પણ તંત્ર સજ્જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન