Viral Video: At Sanand 5 youths fired 10 rounds into the air
  • Home
  • Videos
  • Featured Videos
  • સાણંદમા 5 યુવાનોએ હવામાં ધડાધડ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, VIDEO વાયુવેગે વાયરલ

સાણંદમા 5 યુવાનોએ હવામાં ધડાધડ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, VIDEO વાયુવેગે વાયરલ

 | 11:23 am IST

અમદાવાદના સાણંદમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. 5 યુવકોએ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. સાણંદના વાસણા ઈયાવાનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાનો ફાયરિંગ હવામાં ધડાધડ ફાયરિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો એની જ ચર્ચા કરી રહ્યા છે. પાંચ યુવાનો હવામાં ફાયરિંગ કરી રહ્યા છે. સાથે સાથે એવી પણ ચર્ચા છે કે દસ રાઉન્ડ ફાયરિંગ થયું છે. પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી.

પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે સાણંદના વાસણા ઇયાવાનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ પહેલી ઘટના નથી કે આ રીતે ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા સુરતમાં પણ જન્મદિવસમાં બાપ દીકરાનો હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન