15 વર્ષની ઉંમરે પીરિયડ્સને લઇ સોનમ સાથે ઘટી હતી અજીબ ઘટના - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 15 વર્ષની ઉંમરે પીરિયડ્સને લઇ સોનમ સાથે ઘટી હતી અજીબ ઘટના

15 વર્ષની ઉંમરે પીરિયડ્સને લઇ સોનમ સાથે ઘટી હતી અજીબ ઘટના

 | 5:11 pm IST

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની ફિલ્મ ‘પેડમેન’ રિલીઝ થવાની છે. સોનમ હાલમાં પોતાની આ ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સોનમે પ્રમોશન દરમિયાન જ પોતાના એક અનુભવનો શેર કર્યો છે. સોનમે કહ્યું,”હું 15 વર્ષની થઇ હતી ત્યાં સુધી મારા પીરિયડ્સ સ્ટાર્ટ થયા નહતા. મારી તમામ ફ્રેન્ડસને પીરિયડ્ય થઇ રહ્યા હતાં. હું ત્યારે ખુબ જ દુખી હતી કે મારી તમામ ફ્રેંડસને પીરિયસ થઇ રહ્યા છે પરંતુ મારે નહી. મને લાગતું હતું કે જરૂરથી મારામાં જ કોઇ ખામી હશે. જેથી મારે અત્યાર સુધી પીરિયડ્સ નથી થયા. હું મારી મમ્મીને પૂંછતી હતી કે, મને પીરિયડ્સ શામાટે નથી થઇ રહ્યા. બાદમાં જ્યારે મને પીરિયડ્સ થયા ત્યારે હું ખુબ જ ખુશ થઇ.”

સોનમને જ્યારે પૂંછવામાં આવ્યું કે તે મહિલાઓને પીરિયડ્સ સાથે સંકળાયેલ કઇ સલાહ આપશે તો સોનમે કહ્યું,”પીરિડ્ય દરમિયાન જ્યારે પેટમાં દુખાવો થાય છે તો હોટ પેક્સનો ઉપીયોગ કરવાથી આરામ મળે છે. મહિલાઓએ તે સમયે વધારે પાણી પીવું જોઇએ. લોકોને લાગે છે કે, પીરિયડ્સ દરમિયાન આરામ કરવો જોઇએ, પરંતુ આ સમયે યુવતીઓએ વધારે વર્કઆઉટ કરવું જોઇએ.”

ગામડાઓની મહિલાઓને લઇ સોનમે કહ્યું,”માત્ર 12 ટકા મહિલાઓ જ સેનેટરી નેપકિનનો ઉપીયોગ કરે છે. આ સંખ્યા ખુબ જ ઓછી છે.” તમને જણાવી દઇએ કે, આ પહેલા સોનમે કહ્યં હતું કે, “લોકો પીરિયડ્સ વિશે વાત કરવા ઇચ્છતા નથી. લોકો આ ટોપિક પર વાત કરવાથી અકળાય છે. જોકે, શહેરની છોકરીઓમાં આ વિશે વાત કરવી એક સામાન્ય વાત છે. હું જ્યારે માહેશ્વરમા શૂટિંગ કરી રહી હતી ત્યારે ત્યાંના લોકોમાં પીરિયડ્સને લઇ ઇગ્નોરન્સ જોઇ હું આશ્ચર્યમાં હતી, પરંતુ હા જ્યારે પબ્લિક ફિગર આ મુદ્દા પર વાત કરે છે તો તેમના પર અસર જરૂરથી થાય છે”.