At the end of the night,priyanka chopra dinner with her husband
  • Home
  • Featured
  • મોડી રાતે પતિ સાથે ડિનર કરવા પહોંચી પ્રિંયકા, જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ

મોડી રાતે પતિ સાથે ડિનર કરવા પહોંચી પ્રિંયકા, જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ

 | 2:31 pm IST


અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. પ્રિયંકા તેના પ્રેમને વ્યકત કરવામાં બિલકુલ ખચકાટ અનુભવતી નથી. સોશિયલ મીડિયાથી લઇને ઇવેન્ટ્સ સુધી આ કપલની વચ્ચે જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

હાલમાં એક વખત ફરી આ લવબર્ડ્સની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. બન્ને શુક્રવાર રાતે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા. આ લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા અને નિક ન્યૂયોર્કની રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે.

તસવીરોમાં બન્ને એકબીજાનો હાથ પકડેલા નજરે પડે છે. આ દરમિયાન પ્રિયંકાએ બ્લેક ટોપ અને બ્લૂ જીન્સમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. તેના લુકને કમ્પલિટ કરવા માટે પ્રિયંકાએ ઓવર કોટ કૈરી કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન