અટલ પેન્શન યોજનાની લિમિટ 10,000 થવાની ધારણા - Sandesh
  • Home
  • Business
  • અટલ પેન્શન યોજનાની લિમિટ 10,000 થવાની ધારણા

અટલ પેન્શન યોજનાની લિમિટ 10,000 થવાની ધારણા

 | 9:22 pm IST

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અટલ પેન્શન યોજના (એપીવાઈ) ની લિમિટ ૫,૦૦૦ થી વધીને ૧૦,૦૦૦ કરવાના પ્રસ્તાવ પર સરકાર વિચારણા કરી રહી છે. નાણા સેવા વિભાગના સંયુક્ત સચિવ મદનેશ કુમાર મિશ્રાએ કહ્યું કે યોજના હેઠળ પેન્શનની રકમ વધારવાની જરૂર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપેન્ટ ઓથોરીટીએ નાણા મંત્રાલયને એક દરખાસ્ત મોકલી હતી જેની પર વિચારણા ચાલી રહી હોવાનુ તેમણે જણાવ્યું.

એપીવાઈ હેઠળ હાલમાં ૫ સ્લેબ
અટલ પેન્શન હેઠળ હાલમાં પ્રતિ મહિને ૧,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયાના ૫ સ્લેબ છે.પીએફઆરડીએના ચેરમેન હેમંતે કહ્યું કે લોકોને કહેવું છે કે ૬૦ વર્ષની ઉંમરમાં ૫,૦૦૦ રૂપિયા ઘણા ઓછા કહેવાય.

વયમર્યાદા ૪૦ થી વધારીને ૫૦ કરવાનો પ્રસ્તાવ
પીએફઆરડીએએ સરકારને બીજા પણ બે પ્રસ્તાવ મોકલ્યાં છે. તેમાં ઓટો એનરોલમેન્ટ અને વયમર્યાદા ૪૦ થી વધારીને ૫૦ કરવાનો પ્રસ્તાવ સામેલ છે.

યોજના સાથે જોડાવા માસિક પ્રીમિયમ
જો તમે ૬૦ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ ૧૦૦૦ રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોવ અને ૧૮ વર્ષની ઉંમરે આ યોજના સાથે જોડાવ તો તમારે દર મહિને ૪૨ રૂપિયા અને જો તમે ૫,૦૦૦ નું પેન્શન લેવા માંગતા હોવ અને ૧૮ વર્ષની ઉંમરે યોજના સાથે જોડાવ તો તમારે દર મહિને ૨૧૦ ચુકવવા પડશે.

પેન્શનની રકમ પ્રતિ મહિને પ્રીમિયમ
૧૦૦૦ ૪૨ રૂપિયા (૧૮ વર્ષની ઉંમરે જોડાવ તો)
૨૯૧ રૂપિયા (૪૦ વર્ષની ઉંમરે જોડાવ તો)
૨૦૦૦ રૂપિયા ૮૪ રૂપિયા (૧૮ વર્ષ
૫૮૨ રૂપિયા (૪૦ વર્ષ)
૩૦૦૦ રૂપિયા ૧૨૬ રૂપિયા (૧૮ વર્ષ)
૮૭૩ રૂપિયા (૪૦ વર્ષ)
૪૦૦૦ રૂપિયા ૧૬૮ રૂપિયા (૧૮ વર્ષ) ૧૧૬૪) રૂપિયા (૪૦ વર્ષ)
૫૦૦૦ રૂપિયા ૨૧૦ રૂપિયા (૧૮ વર્ષ)
૧૪૫૪ રૂપિયા (૧૮ વર્ષ)