athiya shetty breaks her silence on link up rumours with kl rahul
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુનીલ શેટ્ટીની દીકરી ખુબ હોશિયાર! કેએલ રાહુલ સાથે અફેરની વાતે બન્ને હાથમાં લાડવો રાખ્યો

સુનીલ શેટ્ટીની દીકરી ખુબ હોશિયાર! કેએલ રાહુલ સાથે અફેરની વાતે બન્ને હાથમાં લાડવો રાખ્યો

 | 4:39 pm IST

બોલિવૂડમાં રોજ લિન્કઅપ કે પછી બ્રેકઅપની ખબરો આવતી રહે છે. ચાહકોને તેમના પ્રિય સ્ટાર વિશે જાણવામાં પણ ઘણો રસ હોય છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ ઘણા લાંબા સમયથી ડેટિંગ કરે છે એવા સમાચાર હતા. હવે આથિયાએ ખુદ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

છેલ્લા ઘણા સમયથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વખતે આથિયાએ આ વાત સ્વીકારી તો નહીં જ પણ તેને નકારી પણ નથી. હવે બોલિવૂડ લાઇફ સાથેની વાતચીતમાં તેણે કહ્યું છે કે લિન્કઅપના આ સમાચારથી તેની પર કોઈ અસર પડે છે કે નહીં? આ વિશે વાત કરતાં આથિયાએ કહ્યું, ‘મને લિંકઅપના સમાચારથી કોઈ વાંધો નથી. હું સંપૂર્ણ રીતે તૈયાર છું અને તમે આ વિષે મને જે કંઈ પૂછશો તેનો હું તમને જવાબ આપીશ નહીં. પણ હું સમજું છું કે આ બધું પૂછવાનું તમારું કામ છે.

આથિયાએ વધુમાં કહ્યું કે, ‘હું હંમેશાં માનું છું કે આપણે દરરોજ આપણા જીવનનો ઘણો ભાગ દુનિયાને આપીએ છીએ અને તે માનવીની ખાનગી બાબત છે. પછી ભલે તે મિત્રતા, સંબંધ કે કુટુંબ હોય. હું હંમેશાં આ બધાને સાચવીને રાખીશ. તેથી, હું તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં.

ઉલ્લેખનીય છે કે, મુબારકા ફિલ્મનાં બે વર્ષ બાદ અભિનેત્રી આથિયા શેટ્ટી ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. આથિયા ફિલ્મ મોતીચુર ચકનાચુરમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેની સાથે છે. આથિયાના કેએલ રાહુલ સાથેના સંબંધોની વાત કરવામાં આવે તો બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ આથિયાના જન્મદિવસ નિમિત્તે રાહુલે પણ સોશિયલ મીડિયા પર તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન