atlanta cash flying out of the armoured vehicle video is going viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પૈસા ભરેલા ટ્રકનો દરવાજો રસ્તા વચ્ચે જ ખુલી ગયો, VIDEOમાં જુઓ લોકોએ કેવી લૂંટ મચાવી

પૈસા ભરેલા ટ્રકનો દરવાજો રસ્તા વચ્ચે જ ખુલી ગયો, VIDEOમાં જુઓ લોકોએ કેવી લૂંટ મચાવી

 | 4:06 pm IST

અટલાંટામાં એક એવી ઘટના બની કે જે જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા. હાઈવે પર પૈસા ભરેલી ગાડીનો દરવાજો રસ્તા વચ્ચે જ ખુલી ગયો અને પૈસા હવામાં ઉડવા લાગ્યા. પૈસા લૂંટવા માટે લોકોએ રસ્તા વચ્ચે જ પોત પોતાની કાર ઉભી રાખી દીધી અને નીચે ઉતરવા લાગ્યાં. બધાને મનમાં એક જ વાત ચાલતી હતી કે હું વધારે પૈસા કઈ રીતે લૂંટી શકું.

એક રિપોર્ટ પ્રમાણે એશફોર્ડ ડનવૂડી રોડ પર ટ્રકમાંથી નોટો ઉડવા લાગી હતી. પોલીસનાં રિપોર્ટ પ્રમાણે 1 લાખથી માંડી 1 લાખ 75 હજાર સુધીની નોટ રસ્તા પર પડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો કઈ રીતે નોટો લૂંટી રહ્યાં છે. કારમાંથી ઉતારેલો વીડિયો જુઓ અહીં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન