એટીએમમાંથી પૈસા કાઢયા પછી સ્લિપ ફેંકી દેવાની આદત હોય તો ખાસ વાંચો, નહીંતર પસ્તાશો - Sandesh
  • Home
  • Technology
  • એટીએમમાંથી પૈસા કાઢયા પછી સ્લિપ ફેંકી દેવાની આદત હોય તો ખાસ વાંચો, નહીંતર પસ્તાશો

એટીએમમાંથી પૈસા કાઢયા પછી સ્લિપ ફેંકી દેવાની આદત હોય તો ખાસ વાંચો, નહીંતર પસ્તાશો

 | 7:27 pm IST

તમે એટીએમમાંથી પૈસા કાઢયા પછી સ્લિપ ફેંકી દેતાં પહેલાં બે વાર વિચાર કરજો કારણ કે તમને આ આદતને કારણે મોટો ફટકો પડી શકે છે.એટીએમમાં પૈસા કાઢવા જઇએ ત્યારે ખૂણામાં પડેલી કચરા ટોપલીમાં કાઢેલા પૈસાની સ્લિપ જોવા મળે છે. પૈસા કાઢયા પછી ફેંકી દીધેલી સ્લિપનો કોઇ દુરુપયોગ નહીં કરે એવી આપણી ધારણા હોય છે, પરંતુ આ ધારણા આપણને મોંઘી પડી શકે છે.

ફેંકી દીધેલી એટીએમની સ્લિપ પરની માહિતી ડીકોડ કરી હેકર્સ તમારા બેંક એકાઉન્ટ પર ત્રાટકી શકે છે. જો કે, આ એટલું સહેલું નથી છતાં યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. સાયબર ક્રિમિનલ્સ તમારા એકાઉન્ટ પર નજર રાખતા હોય છે. આથી સમયાંતરે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતા રહેવું જરૂરી છે. એટીએમમાંથી પૈસા કાઢયા પછી તેની સ્લિપ સાચવી રાખવાનું પણ કસ્ટમરના હિતમાં છે.

બેંકે તમારા ખાતાની માહિતી અપડેટ ન કરી હોય તો આ સ્લિપના માધ્યમથી માહિતી અપડેટ કરી શકાય છે. એટીએમ છેવટે એક મશીન છે એટલે તેમાં કેટલીક ખામી હોઇ શકે. બેલેન્સમાં કોઇ ગડબડ જણાય તો સ્લિપ આપણી પાસે પુરાવા તરીકે રહે છે.