વાતાવરણના કારણે થતા વાયરલ ઇન્ફેક્શનથી રાહત મેળવવા શું કરવું ? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • વાતાવરણના કારણે થતા વાયરલ ઇન્ફેક્શનથી રાહત મેળવવા શું કરવું ?

વાતાવરણના કારણે થતા વાયરલ ઇન્ફેક્શનથી રાહત મેળવવા શું કરવું ?

 | 2:41 am IST

સ્વાસ્થ્ય સલાહઃ શુભાંગી ગૌર

ચોમાસાની સીઝનમાં બીમાર થવાના કિસ્સા વધારે સાંભળવામાં આવે છે. આ સીઝનમાં વાયરલ ઇન્ફેક્શન ઝડપથી થાય છે, કારણ કે આ સમયે મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. વાતાવરણમાં આ સમયે બેક્ટેરિયા ઉત્પન્ન થવાની શક્યતા વધારે હોય છે, જેના કારણે શરદી, ખાંસી, ફ્લૂ, શરીરના અંગોમાં દુખાવો, વિવિધ પ્રકારના ઇન્ફેક્શન, તાવ વગેરેનો શિકાર થઇ શકે છે. આ બીમારીઓથી રક્ષણ મેળવવા માટે આપણે જ આપણી આસપાસની સફાઇ પર તથા સ્વાસ્થ્ય માટે થોડી કાળજી લો. તો આવો કેવા કારણોથી વાયરલ ઇન્ફેક્શન થાય છે, તથા તેના માટે કઇ રીતે કાળજી લેવી જોઇએ. તેના વિશે માહિતી મેળવીએ.

– જે લોકોની સોસાયટી કે ફ્લેટમાં પાણીની તકલીફ હોય તે લોકો પાણીને સ્ટોર કરતા હોય છે, સંગ્રહ કરેલા પાણીમાં બેક્ટેરિયા વધારે હોય છે, તથા ઘણી વખત પાણી ચીકણું પડી જાય છે. તે જો સંગ્રહ કરેલું પાણી જ પીવાનું હોય તો તે પાણી ઉકાળીને જ પીવું જોઇએ.

બહારનો લારી પર વેચાતો ખોરાક ન ખાઓ, તે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી.

વાતાવરણના કારણે ઘરમાં આવતા ભેજ, ગંદકીના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તેના કારણે અસ્વચ્છતા રહે છે તેથી આસપાસના જમા થતા વરસાદીય પાણીમાં મચ્છરો થાય છે, જેને દૂર કરો. તે માટે પાણીને જમા ન થવા દો, અને તેની સફાઇ બાદ લીમડાનો ધૂપ કરો, તેનાથી મચ્છરોથી રાહત અનુભવશો.

જારમાંથી લાવેલા શાકભાજી, ફળોને વ્યવસ્થિત રીતે બેથી ત્રણ પાણીમાં ધોઇને જ ઉપયોગમાં લો.

આસપાસની સાફસફાઇની સાથે પોતાના શરીરની સાફ સફાઇ પણ મહત્ત્વની છે. તેથી નિયમિત ગરમ પાણીથી સ્નાન કરો. તથા બહાર જઇને આવો ત્યારે પણ હાથ-પગ સાબુથી ધોવા જોઇએ. તથા લોશન લગાવો.

જે વસ્તુઓમાં પાણી એકત્રિત થતંુ હોય તેવી વસ્તુઓ એટલે કે પાણીનું કુલર, ડ્રમ, ટાંકી, સિંક વગેરેની સાફ સફાઇ પર વિશેષ ધ્યાન આપવું, કારણ કે વાયરલ ઇન્ફેક્શનનું કારણ મચ્છરો અને ગંદકી છે, તેથી સાફ સફાઇ રાખો.

આ સીઝનમાં ફુદીનો, આદુ, હળદર, તુલસી વગેરેને પાણીમાં ઉકાળીને તે પીણાનું સેવન કરો. તેનાથી શરદી અને વાયરલ ઇન્ફેક્શનમાં રાહત મળશે.

મચ્છરો સ્વાસ્થ્યના સૌથી મોટા દુશ્મન છે, મચ્છરોના ડંખથી બચવા માટે મચ્છરોથી લોશન, મચ્છરદાની, કોઇલ વગેરેનો ઉપયોગ કરો અને ફુલ સ્લીવના કપડાં પહેરો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન