ATS Caught Babu Solanki of Sharif Khan Gang From Adalaj
  • Home
  • Ahmedabad
  • ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ધરપકડ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ધરપકડ

 | 6:20 pm IST

ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે. ગઈકાલે ગુજરાત એટીએસએ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલાં અને કરોડો રૂપિયાની લૂંટના ખૂંખાર આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી. ત્યારે આજે ગુજરાત ATSએ દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરીત મુંબઈના બાબુ સોલંકીની અડાલજ પાસેથી ધરપકડ કરી છે.

ગુજરાત ATS એક બાદ એક રાજ્યમાં અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલાં કુખ્યાત આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી રહ્યું છે. આજે બાતમીને આધારે ગુજરાત ATSએ ગાંધીનગરના અડાલજમાંથી કુખ્યાત આરોપી મુંબઈના બાબુ સોલંકીને દબોચી લીધો હતો. બાબુ સોલંકી શરીફ ખાનનો સાગરિત છે. અને શરીફ ખાન એ દાઉદના ઈશારે કામ કરતો હતો. આમ બાબુ સોલંકીની ધરપકડથી ગુજરાત ATSને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે.

વર્ષ 2006માં ખંડણી મુદ્દે શરીફ ખાન અને વહાબ ગેંગ સામ સામે આવી હતી. અને આ મામલામાં પણ બાબુ સોલંકી વોન્ટેડ આરોપી હતી. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. પણ સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. બાબુ સોલંકી દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનો સાગરીત છે. શરીફ ખાન સામે ફણ નાર્કોટિક્સ, હથિયારો, ખૂન અને ખંડણીના અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન