Attack Helicopter Apache and Fighter Jets Rafael Gamechanger for India
  • Home
  • Featured
  • રાફેલ, અપાચે ભારત આવતા જ ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન, PAK એરફોર્સે ઈમરાનને સ્પષ્ટ કહ્યું કે…

રાફેલ, અપાચે ભારત આવતા જ ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન, PAK એરફોર્સે ઈમરાનને સ્પષ્ટ કહ્યું કે…

 | 7:27 pm IST

ભારતીય વાયુસેનાના ભાથામાં ઘાતક યુદ્ધ વિમાન રાફેલ, દુનિયાનું સૌથી અત્યાધુનિક અટેક હેલિકોપ્ટર અપાચે અને અધ્યતન હેલિકોપ્ટર ચિનુક મળતા જ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી ભારતને પરમાણું યુદ્ધની ધમકીઓ આપનારુ પાકિસ્તાન હવે કાગારોળ મચાવવા લાગ્યું છે કે, જો ભારત સાથે યુદ્ધ થયું તો આપણો કારમો પરાજય થશે.

તાજેતરમાં જ ભારતીય વાયુસેનાને મળેલા 280 કિલોમીટરની ઝડપે અને 16 એન્ટી ટેંક મિસાઇલ છોડવાની ક્ષમતા રાખતું હમલાવર અપાચે હેલિકોપ્ટર બાદ હવે લડાકુ વિમાન રાફેલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે. ફ્રાન્સમાં જે સમયે રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલને રિસીવ કરી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા ચીનમાં જમ્મૂ કાશ્મીર મુદ્દા પર બંને દેશોની વચ્ચે ઉભા થયેલા તણાવને લઇને મદદ માગવા પહોંચ્યા હતા. સેના પ્રમુખ બાજવા ચીનના પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ટોચના અધિકારીઓ સાથે મંગળવારે મુલાકાત કરી હતી.

તાજેતરમાં જે પ્રકારથી ભારતે જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવી અને તેનો પ્રત્યાઘાતમાં ભારત અને  પાકિસ્તાન સામસામે આવી ગયાં હતાં. પાકિસ્તાને ઉન્માદમાં આવીને ભારત પર પરમાણું હુમલાની ધમકી પણ આપી દીધી હતી. જેના કારણે બંને દેશોના સંબંધમાં તણાવ પેદા થયો છે. આ મકીઓ વચ્ચે જ ભારતે આક્રમક નિર્ણય લેતા અમેરિકા પાસેથી દુનિયાનું સૌથી મારકણું હેલિકોપ્ટર અપાચે ખરીદ્યા હતાં. ભારતે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમેરિકા પાસેથી કુલ 22માંથી 8 અપાચે હેલિકોપ્ટર લીધા હતા. તે ઉપરાંત અમેરિકાના મોટી સંખ્યામાં સૈનિકો અને માલ સામાન લઈ જવા માટે સક્ષમ ચિનુક હેલિકોપ્ટર પણ ખરીધ્યા હતાં. ફ્રાંસ પાસેથી ઘાતક ગણાતા રાફેલ યુદ્ધ વિમાન પણ ભારતે વસાવ્યા છે. ગઈ કાલે જ 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ પર ફ્રાન્સ પાસેથી પહેલું રાફેલ વિમાન પણ હાંસલ કરી લીધુ છે. જેથી પાકિસ્તાન સુરક્ષાને લઇને રીતસરનું ફફડી ઉઠ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન એરફોર્સે તો ઇમરાન ખાનને સ્પષ્ટ જાણાવી દીધું છે કે, યુદ્ધની સ્થિતિમાં પોતાના અત્યાધુનિક હથિયારોના દમ પર ભારત ભારે પડી શકે છે. મતલબ કે જો ભારત સામે યુદ્ધ થયું તો પાકિસ્તાનનો કારમો પરાજય થઈ શકે છે. એ પણ ત્યારે જ કે જ્યારે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાફેલ લેવા ફ્રાન્સ પહોંચ્યા. અને બીજી બાજુ રાફેલની રિસીવિંગથી એક દિવસ પહેલા જ પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા મદદ માગવા બેઇજિંગ પહોંચ્યા હતા.

બેઇજિંગ પ્રવાસ પર પહોંચેલા ઇમરાન ખાન અને પાક સેના પ્રમુખ બાજવા ભારતથી તણાવ અને કાશ્મીરના મુદ્દા પર ચીનના મુખ્ય નેતૃત્વથી વાતચીતમાં લાગ્યા છે. ત્યારે જ ભારતે સંરક્ષણને લઈને ભરેલા પગલાથી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન