ડીસા : ચૂંટણીની અદાવતે 20 પરિવારો પર હુમલો, ઝૂંપડા તોડ્યા, સામાન બાળ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • ડીસા : ચૂંટણીની અદાવતે 20 પરિવારો પર હુમલો, ઝૂંપડા તોડ્યા, સામાન બાળ્યો
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

ગુજરાતમાં અનેક જગ્યાએ સરપંચની ચૂંટણી લોહિયાળ બની હતી. પરંતુ સરપંચની ચૂંટણીને અનેક દિવસો વિત્યાં પછી પણ ડીસા તાલુકાનું વાતાવરણ શાંત થયું નથી. ડીસા તાલુકાના ઢૂવા ગામમાં ચૂંટણીના પરિણામોને લઈને 20 જેટલા પટણી પરિવારો પર રવિવારે રાત્રે જીવલેણ હુમલો થયો હતો. 20 જેટલા શખ્સોએ પટણી પરિવારો પર હુમલો કરીને તેમના ઝૂંપડા તોડ્યા હતા અને ઘરનો સામાન સળગાવી નાખ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં યોજાયેલી સરપંચોની ચૂંટણી લોહિયાળ બની હતી. શમશેરપુરા, જાબડીયા સહિતના ગામોમાં જીતેલા ઉમેદવારો અને હારેલા ઉમેદવારો વચ્ચે ધીંગાણું થતા અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે આ પરિણામોને અનેક દિવસો વિત્યા બાદ પણ આ સિલસિલો ચાલુ જ છે. સોમવારે ડીસા તાલુકાના ઢૂવા ગામમાં ચૂંટણીની અદાવત રાખી રવિવારે મોડી રાત્રે પટણી પરિવારો પર 20 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હારેલા ઉમેદવાર ભેમજી બાબુજી ઠાકોર સહિત 20 જેટલા શખ્સોએ ચૂંટણીમાં જીતેલા મંજુલાબેન પટણી સહિત તેમના સંબંધીઓના 20 જેટલા પરિવાર પર હુમલો કર્યો હતો.

ઝૂંપડા તોડ્યા, સામાન સળગાવ્યો
માથાભારે હુમલાખોરોના ડરના કારણે પટણી વાસમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 10 જેટલા શખ્સોને ગંભીર ઈજાઓ પહોચી હતી. જ્યારે હુમલાખોરોએ પટણી પરિવારોના ઝુંપડા અને ઘરવખરીનો સમાન સળગાવી દઈ આતંક મચાવ્યો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા ટોળાને જોઈ તમામ પટણી પરિવારો ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન