Attack On CRPF Party In Sopore, 2 Army Personnel Martyred
  • Home
  • Featured
  • જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPF પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ – 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPF પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ – 2 ઘાયલ

 | 8:48 am IST

જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ)ની પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફ 179 બટાલિયનનાં 1 જવાન શહીદ થયો છે અને 2 જવાન ઘાયલ થયા છે, જ્યારે એક નાગરિકનું મોત થયું હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે.

આતંકવાદીઓને કર્યું અંધાધુંધ ફાયરિંગ

કહેવામાં આવી રહ્યું છે કે બુધવારનાં સવારે સીઆરપીએફની એક પાર્ટી પેટ્રોલિંગ પર નીકળી હતી. રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર ફાયરિંગ કરવામાં આવ્યું. આતંકવાદીઓ તરફથી અંધાધુંધ ફાયરિંગમાં  1 જવાન શહીદ થયો છે અને 2 જવાન ઘાયલ થયા, જ્યારે એક નાગરિકનું મોત થયું છે. અત્યારે સુરક્ષાદળોની અતિરિક્ત ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

સેનાએ જૂનમાં 48 આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીર પોલીસ સીઆરપીએફ અને સેના તરફથી સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. ખીણમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનો ખાત્મો કરવાનું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનનાં મહિનામાં 48 આતંકવાદીઓ માર્યા ગયા છે જેના કારણે આતંકવાદીઓ ધૂંઆપૂંઆ છે.

બડગામમાં ગ્રેનેડ હુમલો

સોમવારનાં આતંકવાદીઓએ બડગામ સ્થિત 50 આરઆર કેમ્પ પર ગ્રેનેડ ફેંક્યું હતુ. જો કે ગ્રેનેડ કેમ્પ પર નહોતું પડ્યું અને ઈંટનાં એક ભઠ્ઠા પર પડ્યું. ઘટનાની તરત જ બાદ પોલીસ અને સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો. કોઈ જ નુકસાન થયું ના હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ અહીં સર્ચ ઑપરેશન ચલાવ્યું હતુ.

આ વિડીયો પણ જુઓ: આરોગ્ય સેતુ એપ કામ કરતી બંધ થઈ ગઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન