Attack on Indian National in Israel, 2 arrested
  • Home
  • Featured
  • ઈઝરાયેલમાં ભારતીય નાગરિકની તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી ઘાતકી હત્યા

ઈઝરાયેલમાં ભારતીય નાગરિકની તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી ઘાતકી હત્યા

 | 5:51 pm IST

ઈઝરાયેલમાં ભાડાનાં મકાનમાં રહેતાં એક ભારતીય નાગરિકને તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘટના ઈઝારેયલના તેલ અવીવ શહેરની છે. અહીં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં ભાડૂઆતો વચ્ચે પહેલાં ઝઘડો થયો હતો. અને ઝઘડામાં આક્રોશમાં આવીને 50 વર્ષીય ભારતીય નાગરિકને ચપ્પાંના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર કેરળના જીરોમ આર્થર ફિલિપ પર શનિવારે રાત્રે નીવ શૈનન સ્ટ્રીટ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ઘટનામાં કેરળના જ પીટર ઝેવિયર (60) ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે બે શકમંદોની ધરપકડ કરી છે. તે પણ ભારતીય નાગરિકો જ છે. અને તેઓ પણ એક જ એપાર્ટમેન્ટમાં રહેતાં હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો છે કે, ભાડૂઆતો વચ્ચે ઝઘડો થયો, અને એ સમયે બે લોકો પર ચપ્પાં વડે હુમલો કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન